Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૪ (૪) મિથ્યાષ્ટિની ગુણસ્તુતિઃ
મિથ્યાષ્ટિ આત્માઓમાં કદાચ કોઈ સારો ગુણ દેખાય, જેમકે દીન-દુઃખીયાની દયા કરવાનો અનુકંપાનુણ, વિનયગુણ, દાનગુણ, બ્રહ્મચર્યગુણ ઇત્યાદિ જે કોઈ ગુણ દેખાય તે ગુણોની જનતા સમક્ષ જાહેરમાં પ્રશંસા કરવી તે દોષ કહેવાય છે. કારણ કે ગુણો સદા પ્રશંસનીય અવશ્ય છે પરંતુ તે ગુણોનું પાત્ર પ્રશંસનીય નથી. તેમાં “ઉન્માર્ગના પોષણનો” મોટો દોષ છે. જે દોષ બધા ગુણોને ઢાંકી દે છે. ઉન્માર્ગી જીવના ગુણોની પ્રશંસા કરતાં તેણે સ્વીકારેલા ઉન્માર્ગની પુષ્ટિ થાય છે. અને તેથી તે જીવ ઉન્માર્ગમાં જ વિકાસ કરે છે. તેથી તેનો ઉન્માર્ગ ફાલ્યો-ફૂલ્યો થાય છે. માટે મિથ્યામતિના ગુણોની પ્રશંસા કરવી તે સમ્યકત્વને મલીન કરનાર છે. તેથી દોષ કહેવાય છે. અહીં કમલપુર નગરમાં રહેવાવાળા હરિવહન રાજા અને માલતી નામની રાણીના પુત્ર ભીમકુમારનું ઉદાહરણ છે તે ગ્રન્થાન્તરથી જાણી લેવું. ૨૬ (૫) મિથ્યાષ્ટિ પરિચય :
મિથ્યાદૃષ્ટિ આત્માઓ જ્યાં વસતા હોય તેના પાડોશમાં વસવાટ કરવો. તેનો વધારે પરિચય રાખવો. તેની સાથે વધારે બેસવું-ઉઠવું હરવું ફરવું. ઈત્યાદિ કરવાથી ગમે તેવા દૃઢ સમ્યકત્વવાળાનું સમ્યકત્વ પણ શિથિલ થઈ જાય છે તો પ્રાથમિક સમ્યકત્વવાળાની વાત તો કરવી જ શું ? ગુજરાતીમાં કહેવત પણ છે કે “જેવો સંગ તેવો રંગ” વારંવાર તે મિથ્યાષ્ટિઓની વાતો સાંભળવાથી, બાહ્ય આચરણ જોવાથી, અને તર્ક પૂર્વકની દલીલોવાળી મિથ્યા ધર્મ-ચર્ચા કરવાથી અનાદિકાળના ગાઢ સંસ્કારવાળું મિથ્યાત્વ જાગૃત થવાથી પ્રાપ્ત થયેલું સમ્યકત્વ શિથિલ બને છે. અને ક્યારેક ચાલ્યું પણ જાય છે. માટે વધારે પરિચય કરવો તે પાંચમો દોષ જાણવો. અહીં સૌરાષ્ટ્રવાસી એક શ્રાવકની કથા છે.
સૌરાષ્ટ્રદેશમાં જિનેશ્વર પરમાત્મા પ્રત્યેની પરમરુચિવાળો અને નવ તત્ત્વાદિનો અભ્યાસી સમ્યગ્દષ્ટિ એક શ્રાવક હતો. દૈવવશાત્ એક વખત દુકાળ પડવાથી તે શ્રાવક બૌદ્ધોના સાર્થની સાથે અવન્તિદેશ તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org