Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૯ બેઠા. ઘણા સમયની અતિશય કડકડતી ભૂખ અને થાક હોવાથી રાજાએ ઘણી-ઘણી વસ્તુઓ ખાવાની આકાંક્ષા કરી. ધરાઈ-ધરાઈને બહુ જ ખાધું. જુદી જુદી વાનગીઓના રસાસ્વાદની અતિશય આકાંક્ષાથી જે તે ખાધું. જેથી અજીર્ણ થવાથી અસહ્ય વેદના સાથે મૃત્યુ પામ્યો. જ્યારે મતિસાગર મંત્રી મતિનો સાગર હોવાથી ભૂખ મટે તેવું અને તેટલું જ ખાધું અને તે પણ પથ્ય જ ખાધું. બીજી વાનગીઓ મનને ચમત્કાર પમાડે તેવી સુંદર-આકર્ષક હોવા છતાં તેની આકાંક્ષા ન કરી જેથી જીવિત રહ્યો. અને સુખી થયો.
- આ વાર્તાના સારાંશ રૂપે જે જે મનુષ્યો જિતશત્રુ રાજાની જેમ લોભાઈને અન્યની આકાંક્ષા કરે છે. તે તે મનુષ્યો સમ્યગ્દર્શનથી પતિત થાય છે. અને જે જે મનુષ્યો મતિસાગર મંત્રીની જેમ વિવેકપૂર્વક વર્તે છે. અન્યમાં ચમત્કાર દેખાવા છતાં અંજાતા નથી. તે સમ્યગ્દર્શનથી પતિત થતા નથી. આ રીતે આકાંક્ષાદોષ ટાળવા જેવો છે. ૨૪
(૩) વિતિગિચ્છા-જિનેશ્વર પરમાત્માએ બતાવેલાં ધર્મોનાં અનુષ્ઠાનો આચરવામાં ફળ મળશે કે નહીં એવો ફળ આશ્રયી સંદેહ રાખવો તે વીતરાગ પરમાત્મા ઉપર અવિશ્વાસ હોવાના કારણે વિતિગિચ્છા નામે દોષ કહેવાય છે. અથવા સાધુ-સાધ્વી આદિ મુનિગણ સંસારના ત્યાગી હોવાથી શરીરની શોભા-શણગાર કરતા નથી તેથી તેમનાં કંઈક મલીન શરીર-વસ્ત્ર આદિ જોઈને તેઓ પ્રત્યે ધૃણા કરવી તે પણ વિતિગિચ્છા નામનો આ ત્રીજો દોષ કહેવાય છે. તે દોષ પણ ત્યજવા જેવો છે. તેના ઉપર અહીં શુભમતિની કથા આ પ્રમાણે છે.
જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાદ્યપર્વત ઉપર ગજપુર નામના નગરમાં “જયસુર” નામનો વિદ્યાધર રાજા અને સકલ અંતઃપુરમાં પ્રધાન એવી
શુભમતી” નામની તેને રાણી હતી. એક વખત કોઈ સમ્યગ્દષ્ટિ દેવ દેવલોકથી ચ્યવને આ રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. ગર્ભ સમ્યગ્દષ્ટિ હોવાથી રાણીને અષ્ટાપદાદિ તીર્થોની યાત્રા કરવા જવાના દોહલા થયા. રાણીના દોહલા પૂરવા માટે રાજા તુરત સમ્મત થયા. અને ઉત્તમ વિમાનમાં રાખીને બેસાડી અષ્ટાપદ પર્વત ઉપર અતિશય સુગંધી ફૂલોથી પ્રભુની પૂજા કરી. પર્વત ઉપરથી ઉતરતાં નીચે વનરાજી સુગંધી હોવા છતાં ચોતરફ અસહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org