Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૮ (૨) કાંક્ષાદોષ-વીતરાગ પ્રણીત જૈનધર્મ મળવા છતાં અજ્ઞાનતાના કારણે અથવા ચમત્કારાદિ આકર્ષક હેતુઓના કારણે અન્ય અન્ય ધર્મોની ઇચ્છા કરવી તે કાંક્ષાદોષ કહેવાય છે. અન્ય ધર્મોમાં આત્માના યથાર્થ શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદન ન હોવાથી અને જગતના પદાર્થોનું પણ એક નયના એકાન્તવાળું પ્રતિપાદન હોવાથી તે સાચું નથી. તથા આત્માને હિત કરનાર નથી, છતાં ત્યાંના કોઈ બાહ્ય આકર્ષણીય તત્ત્વને લીધે તે અન્યધર્મની ઈચ્છા માત્ર થવી તે પણ સમ્યકત્વમાં દોષ રૂપ છે. તેના ઉપર જિતશત્રુ રાજા અને અતિસાગર મંત્રીની કથા છે. આ પ્રમાણે
વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજા અને અતિસાગર મંત્રી હતા. રાજા બળમાં અને મંત્રી બુદ્ધિમાં અદ્વિતીય હતા. તેની સભામાં કોઈ એક ઘોડાનો વેપારી દેશ-વિદેશના જાતવાનું ઘોડા લઈને વેચવા આવ્યો. રાજા પણ ઘોડાનો બહુ શોખીન હોવાથી અનેક ઘોડામાંથી વિશિષ્ઠ જાતિમાન, સફેદ અને વેગયુક્ત ગતિવાળા બે ઘોડા રાજાએ લીધા. તે ઘોડાની પરીક્ષા કરવા એક ઘોડા ઉપર રાજા અને બીજા ઘોડા ઉપર મતિસાગર મંત્રી ચડ્યા. “આ ઘોડા આપણાથી અજાણ્યા છે.” એમ સમજી બીજા ડાહ્યા માણસોની ના હોવા છતાં ઘોડાને દોડાવ્યા. આ બન્ને ઘોડા વિપરીત શિક્ષાવાળા હોવાથી પવનવેગી ગતિથી દોડતા દોડતા એક નિર્જન વનમાં આવીને ઉભા રહ્યા. રાજાએ અને મતિસાગરે ઘોડાને ઉભા રાખવા જેમ જેમ લગામ ખેંચી તેમ તેમ ઘોડા દોડ્યા અને થાકીને જયારે લગામ છોડી દીધી ત્યારે તે ઘોડા વિપરીત શિક્ષાવાળા હોવાથી ઉભા રહ્યા. મૃતપ્રાય થયેલા ઘોડા ઉપરથી રાજા અને મંત્રી ઉતર્યા. તેઓ પણ બેહોશ થયા. શીતળ પવનથી જયારે તે ભાનમાં આવ્યા ત્યારે કંદમૂલાદિ જે ફળ મળ્યું તે ખાધું. પરંતુ ભુખ-તરસ-થાક અને ઉંઘ ઘણી જ હતી. તેટલામાં ધીરે ધીરે પોતાનું સૈન્ય પણ રાજા-મંત્રીને શોધતું ત્યાં આવી પહોંચ્યું. તેઓ રાજા અને મંત્રીને ગામમાં લાવ્યા.
* રાજાએ રસોઇયાઓને સુંદર આહાર બનાવવા હુકમ કર્યો. રાજા અને મંત્રી મોટા સંકટમાંથી બચ્યા હોવાથી રસોઇયાઓએ ભિન્ન-ભિન્ન રસવાળી વિવિધ સુંદર વાનગીઓ બનાવી. રાજા અને મંત્રી જમવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org