Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૬
કરાવી અને મૃત્યુ પામી દેવ થાઓ તો જલ્દી જલ્દી અમને દર્શન આપજો. એમ કહ્યું. છતાં તે જીવ પણ દેવ થવા છતાં દૈવિક ભોગોની પરવશતાના કારણે મૃત્યુલોકમાં ન આવ્યો. તેથી સૂરિ મહારાજ જ્ઞાની છતાં પાપકર્મોદયના કારણે “પરલોકની શંકા” વાળા થયા. આટલા બધા શિષ્યોને ધર્મારાધના કરાવી. પરંતુ એક પણ દેવ તરીકે દર્શન આપતા નથી તેથી પૂર્વભવ-પરભવ-જીવ જેવાં તત્ત્વો છે જ નહીં, તો શા માટે આવું સાધુ જીવન સ્વીકારી નાહક કાયકષ્ટ સહન કરવું. આવું વિચારી સર્વ સાધુ સૂતા હતા ત્યારે મધ્યરાત્રિએ સંસારસુખના અર્થે ત્યાંથી નીકળ્યા. આગળ આગળ જાય છે ત્યાં દેવપણે જન્મેલ અન્તિમ શિષ્ય અવધિજ્ઞાનથી ગુરુનું મન પતિત જોઇને ગુરુને પ્રતિબોધ કરવા મૃત્યુલોકમાં આવ્યો. અને ઉંચા પ્રકારનું દૈવિક નૃત્ય આરંભ્યું. જે જોતાં જોતાં ગુરુને છ મહીના સુધી દૈવશકિતથી ભૂખ-તરસ આળસ કે ઉંઘ આવી નહીં. ત્યારબાદ તે દેવ અનુક્રમે જુદા જુદા સ્વરૂપે ઘણા અલંકારો પહેરેલ બાળકોનાં રૂપો કરીને સામે આવ્યો. પતિતપરિણામી આ સૂરિ તેના અલંકારોને લુંટવા જાય છે ત્યારે તે બાળકો જુદી જુદી વાર્તા દ્વારા કહે છે કે, હે સૂરિ ! મારા અલંકારો લુંટાય તેમ હતા. તમે મુનિ છો. એટલે તમારી પાસે મારું રક્ષણ થશે. એમ સમજીને હું તમારી પાસે આવ્યો. ત્યારે તમે જ લુંટનારા થાઓ છો. આ તો જેનું શરણ લઇએ તેનાથી જ ભય થયો કહેવાય. જે યોગ્ય નથી. આવી શિખામણ આપતા બાળકને હણીને પણ સૂરિ તે અલંકારોને લુંટે છે. અને પોતાના પાત્રમાં ભરે છે. એમ પાંચ-છ વખત બાળકનું રૂપ કર્યું. અને સૂરિએ અલંકારો લુંટીને પાત્રમાં ભર્યા.
ત્યારબાદ તે દેવે એક જૈન સાધ્વીજીનું રૂપ કર્યું. પરંતુ આંખમાં અંજન આંજેલું. હાર-કંકણ-ઝાંઝર આદિ અલંકારોથી સર્વ શણગારોવાળું શરીર બનાવ્યું. પરંતુ વેષ સાધ્વીજીનો પહેર્યો. તે જોઇને સૂરિ બોલ્યા કે, હે શાસનની હેલના કરનારી સાધ્વી ! તું મારા દૃષ્ટિમાર્ગથી દૂર જા. જે સાધ્વી થઇને આવી શરીરની શણગારવાળી શોભા કરે છે. તે જ સમયે સાધ્વી કહે છે કે તમે જૈન આચાર્ય બન્યા છો. અને પાત્રમાં શું ભર્યું છે. ? તમે સૂરિ થઇને લોકોના અલંકારો લુંટી પાત્રમાં સંતાડો છો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org