Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૫
ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી બધું જોઇ-જાણી શકાતું નથી. તેથી તેમાં વિશ્વાસ રાખવો જોઇએ. વિશ્વાસ રાખવાને બદલે ક્યાં છે ! પ્રત્યક્ષ બતાવો. આવા પ્રશ્નો કરવા. સ્વર્ગ-નરક, નિગોદ, મોક્ષ, વગે૨ે અમે તો દેખીએ તો જ માનીએ. ન દેખાય તે હશે તેની શું ખાત્રી ? આવા સવાલ કરવા તે સમ્યક્ત્વને (શ્રદ્ધાને) ચલિત કરનાર છે. માટે દૂષણ કહેવાય છે. કેવલજ્ઞાનથી જે દેખાયું હોય તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી કેવી રીતે દેખાય ? એવી ઘણી વસ્તુઓ છે કે જે જ્ઞાનીગમ્ય જ હોવાથી શ્રદ્ધેય જ માત્ર છે. તેમાં શંકાઓ કરવી તે દૂષણ કહેવાય છે. વસ્તુતત્ત્વ જાણવા માટે જિજ્ઞાસુ ભાવે શિષ્ય ગુરુજીને પ્રશ્ન કરે તે દૂષણ કહેવાતું નથી. કારણ કે તેમાં પૂછવામાં પ્રશ્ન ઉપર ભાર હોતો નથી. તેના ઉત્તર ઉપર વજન હોય છે. જ્યારે જિગીષુભાવે જે પૂછાય તે દૂષણ કહેવાય છે. ત્યાં પ્રશ્ન ઉ૫૨ જ વજન વધારે હોય છે. તે આત્મા અપાતા ઉત્તરને તો નિર્માલ્ય સમજે છે. જિનેશ્વર પરમાત્મા વીતરાગ હોવાથી રાજા અને રંક એમ બન્ને ઉપર સમદૃષ્ટિવાળા છે. જુઠું બોલવાનાં જે કારણો હાસ્ય-મદ-ક્રોધ-માયા આદિ દૂષણો છે. તે સર્વ દૂષણ વિનાના છે. તેથી તેવા પ્રકારના જિનવચનમાં શંકા કરવી તે દોષ છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે
देवे गुरुंमि तत्ते, अत्थि नवस्थित्ति संसओ संका । कंखा कुमयभिलासो, दयाइगुणलेसदंसणओ ॥ स. स. २९ ॥
ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં એક વખત આષાઢાભૂતિ આચાર્ય પધાર્યા. ઉત્તમ ચારિત્રશાલી, શાસ્ત્રોના પારગામી, પરમશ્રદ્ધાળુ અને ગીતાર્થ એવા આ સૂરિ હતા. તેમને ધર્મનો પરમ આરાધક શિષ્યવર્ગ હતો, જે જે શિષ્યો અણસણ આદરતા. તે સર્વને ઉત્તમોત્તમ વાણી વડે નિજામણા (અન્તિમ આરાધના) કરાવતા. અને કહેતા કે તમે કાલધર્મ પામીને દેવ થાઓ તો અવશ્ય અમને દર્શન આપજો. એમ અનેક શિષ્યો ઉત્તમ ધર્મ આરાધન કરી અણસણ આદરી કાલગત થયા. પરંતુ દૈવિકસુખોમાં વ્યસ્ત થવાથી કોઇ દર્શન આપવા સૂરિ પાસે આવ્યું નહીં. એક વખત પોતાના પરમવિનીત બહુજનમાન્ય ઉત્તમ આરાધક શિષ્યને ગુરુએ અન્તિમ આરાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org