Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૧
પ્રતિદિન પ્રેરણા કરતી. કામાન્ય એવો હું રાણીના અલંકારો ચોરવા મધ્યરાત્રિએ કુશળતાપૂર્વક રાજભવનમાં રાજાના શયનખંડની પાસે પહોંચ્યો. ભીંતના આંતરે ઉભેલા મેં રાજા-રાણીનો વાર્તાલાપ સાંભળ્યો. રાણીએ રાજાને કહ્યું કે, હમણાં તમે ઘણા જ ચિંતાતુર દેખાઓ છો. તેનું શું કારણ? રાજાએ રાણીને કહ્યું કે, વકર્ણ રાજા મારો સેવક હોવા છતાં મને નમતો નથી. તેથી તેની સામે લડાઇ કરવા પ્રયાણ આદર્યું છે. આ સાંભળી મારા પોતાના વેશ્યા-વિલાસ અને ચોરીના કાર્યને નિંદતો એવો હું દયાળુ અને પરોપકારપરાયણતાના કારણે ત્યાંથી નીકળી હે વજૂકર્ણ રાજન ! તુરત તમારી પાસે આવ્યો છું. અને સિંહરથ રાજાના કોપની વાત તમને કરવાનું પ્રયોજન હતું. આ સાંભળી વજૂકર્ણ રાજા પોતાના લોકો અને પરિવાર સાથે મોટા કિલ્લાની અંદર ખાણી-પીણીની સામગ્રી લઇને છુપાઈ ગયો. ગામના દરવાજા બંધ કરી રક્ષકો નીમ્યા. લોકો પણ ઘર-હાટ ખુલ્લા મૂકી પ્રાણ બચાવવા કિલ્લામાં છૂપાઇ ગયા. સિંહરથ રાજાએ ગામને ઘેરો ઘાલ્યો. વજૂકર્ણની પાસે દૂત મોકલ્યો. દૂતે સિંહરથ રાજાને નમન કરવાનું વજૂકર્ણને કહ્યું. વજૂકર્ષે આપત્તિમાં આવવા છતાં દૂતને કહ્યું કે, મારે રાજ્ય વડે સર્યું. તમો રાજ્ય લઈ શકો છો. હું અન્ય રાજ્યમાં જઈને રહીશ. પરંતુ મારી નિયમની મર્યાદા ભાંગીશ નહીં. તેથી ગુસ્સે થયેલો સિંહરથ રાજા ગામને ઘેરીને રહ્યો. તેથી સર્વે ગામવાસીઓ ખુલ્લાં ઘર-હાટ મૂકીને કિલ્લામાં ભરાઈ ગયાં છે અને કેટલાક ગ્રામાન્તર ચાલ્યા ગયા છે. હે રાજન્ રામચંદ્રજી ! આ નગરની આ રીતે નિર્જન દશા થઈ છે. રામચંદ્રજીએ વજૂકર્ણ રાજા પરમ ધર્મિષ્ઠ છે સાધર્મિક બંધુ છે એમ સમજી લક્ષ્મણ સાથે સિંહરથ રાજા ઉપર યુદ્ધ લલકાર્યું લક્ષ્મણ અને રામચંદ્રજીથી પરાભવ પામતું સિંહરથનું લશ્કર અહીં-તહીં ભાગવા લાગ્યું. કિલ્લામાં રહેલા વજૂકર્ણ રાજાએ એકાકી કોઈ વીર પુરુષ વડે સિંહરથ રાજાનું ભગાડાતું લશ્કર જોયું. લક્ષ્મણ સિંહરથ રાજાને હાથીના બંધ ઉપરથી પાડી, કપડાના છેડાથી બાંધીને રામચંદ્રજી પાસે લાવ્યો. રામ-લક્ષ્મણને ઓળખીને સિંહરથે ક્ષમા માંગી. રામચંદ્રજીએ વજૂકર્ણની સાથે મિત્રતા કરવા અને ક્ષમા માગવા સૂચવ્યું. તેવામાં વજૂકર્ણ રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org