Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પણ પરિવાર સાથે ત્યાં આવ્યા. આ મારા સાધર્મિક બન્યું છે એમ સમજી બન્ને હાથ જોડી નમસ્કાર કરીને કુશલ સમાચાર પૂછે છે. રામચંદ્રજી કહે છે કે, સાધર્મિક, સત્ય પ્રતિજ્ઞાવાળા, જિનેશ્વરની આજ્ઞાના આરાધક, ધન્યવાદને પાત્ર એવા તમારી કુશળતા હોય તો અમારે પણ કુશળતા છે.
ત્યારબાદ રામ-લક્ષ્મણે વજકર્ણ-સિંહરથની મિત્રતા કરાવી. વજૂકર્ણ રાજાને તેનું રાજ્ય પાછું અપાવ્યું. વકર્ણ રાજાએ પોતાની વનમાલા નામની પુત્રી લક્ષ્મણને પરણાવી. સૌ પોત-પોતાના સ્થાને પાછા ફર્યા. વજકર્ણ રાજા સમ્યગ્દર્શનશુદ્ધિપૂર્વક પોતાની પ્રતિજ્ઞાને અને વ્રતોને નિરતિચારપણે પાલી અણશણ કરી દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્ય ન્મ પામી સિદ્ધિપદને પામશે. આ રીતે તીર્થંકર પરમાત્મા, તેમની આજ્ઞાના આરાધક મહાવ્રતધારી, સંસારના ત્યાગી સાધુ આદિ આત્માના ઉપકારી તત્ત્વોને જ નમસ્કાર કરવા આદિની જે પ્રતિજ્ઞા છે તે કાયશુદ્ધિ કહેવાય છે. આ પ્રમાણે મનવચન અને કાયાની ત્રિવિધ શુદ્ધિ એ સમ્યક્તનાં પ્રતીકો છે. ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org