Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૦
આવાં વચનો સાંભળીને રાજા પ્રાયશ્ચિત્ત અને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. કરેલા પાપના નાશનો ઉપાય પૂછવા લાગ્યો. મુનીશ્વરે પણ દેવ ગુરુધર્મનું સ્વરૂપ સમજાવી, સમ્યક્ત, શ્રાવકનાં બાર વ્રત અને કષાય તથા વિષયોના નિગ્રહ સ્વરૂપ ધર્મને સમજાવ્યો. અરિહંતાદિ દેવને અને પંચમહાવ્રતધારી ગુરુને મૂકીને જે આત્મા અન્યને શીર્ષ નમાવતો નથી તે નિર્મળ સમ્યકત્વવાળો ધર્મનો આરાધક થાય છે. મુનિશ્રીનાં વચનો વજૂકર્ણના હૈયામાં ઠસી ગયાં. વીતરાગ દેવ અને સર્વસંસાર-ત્યાગી ગુરુ વિના અન્યને નમસ્કાર કરીશ નહીં. એવા દૃઢ નિશ્ચયપૂર્વક સમ્યક્તવ્રતનો નિયમ લીધો. આનંદિત થયો છતો ઘેર આવીને જિનેશ્વર પ્રભુની પૂજાસેવા-ભક્તિમાં તથા જૈનશાસનની પ્રભાવનાનાં કાર્યોમાં તલ્લીન થયો. એક વખત મનમાં વિચાર આવ્યો કે, હું દશપુર નગરનો રાજા છું. પરંતુ ઉજ્જૈનનગરીના સિંહરથ રાજાનો સેવક છું. તેની આજ્ઞાને આધીન છું. એટલે જિનેશ્વર પરમાત્મા વિના કોઈને માથું નમાવવું નહીં. આ નિયમ પાળવો મારા માટે દુષ્કર બનશે. તેથી તેણે એક વીંટી બનાવી. વીંટીમાં શ્રી મુનિસુવ્રતસ્વામિની મૂર્તિ ગોઠવી. સિંહરથ રાજાને નમસ્કાર કરવો પડે ત્યારે હાથમાં પહેરેલી તે વીંટીમાં ગોઠવેલ પરમાત્માને નમસ્કાર કરીને તે વ્યવહાર કરતો. એક વખત કોઈ દુર્જન માણસે આ વાત સિંહરથ રાજાને કહી દીધી. તેથી સિંહરથ રાજા વજૂકર્ણ ઉપર ગુસ્સે થયો અને ચતુરંગી સેના સાથે વજૂકર્ણ ઉપર ચડાઈ કરી.
આ બાજુ વજૂકર્ણ રાજાની રાજ્યસભામાં એક પુરુષ આવ્યો, વજક પૂછ્યું કે તું કોણ છે ? અને અહીં રાજ્યસભામાં આવવાનું કારણ શું ? ત્યારે તે પુરુષ કહે છે કે હું કુંડપુરનગરમાં રહેવાવાળો ગુણસમુદ્ર નામના પિતાનો અને યમુના નામની માતાનો પુત્ર છું. મારૂં વિદ્યુતું નામ છે. હું ઘણું કરીયાણું ભરીને ધન કમાવવા ઉજ્જૈનનગર ગયો. ત્યાં મેં અતિશય રૂપવાળી અનંગલતા નામની ગણિકા જોઈ. તેના અનુરાગમાં આસક્ત થયેલો હું તેની સાથે વિષયસુખ ભોગવતાં નિધન થયો. એક વખત તે ગણિકા સિંહરથ રાજાની રાણીના અલંકારોને વખાણતી અને મારા અલંકારોને નિંદતી હતી, રાણીના અલંકારો ચોરી લાવવા મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org