Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પણ સૌધર્મ દેવલોકના ઈન્દ્ર તરફ જાય છે. ત્યાં સૌધર્મેન્દ્ર તેના ઉપર વજ મૂક્યું. તેનાથી પરાભૂત થયેલો અધોમુખે ગબડતો તે ચમરેન્દ્ર નીચે આવતો હતો. ત્યારે તેના ગળામાંથી આ હાર ભૂમિ ઉપર કોઈ દ્વિીપમાં પડી ગયો. તે જ હાર મારા પૂર્વભવના ભાઈ એવા વિઘુસુંદરને અચાનક પ્રાપ્ત થયો. આ જ હાર તેણે મને આપ્યો. જે હું તમને આપું છું. આ હાર મળ્યા પછી પચીસ વર્ષ સુધી હું દેશ-વિદેશોમાં ફર્યો. હારના પ્રભાવથી પુષ્કળ ધન કમાયો છું. પ્રસન્ન થયેલા રાજાએ પોતાના પચીસ વર્ષના થયેલા હરિદત્ત નામના પુત્રને રાજસભામાં બોલાવ્યો. અને આ હાર બતાવ્યો. હાર જોતાં જ હરિદત્ત જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. મદનદત્તે કહેલી સર્વ હકિકત તે કહેવા લાગ્યો. ત્યારથી નરવર્મ રાજાનો ધર્મવિષયક - સંદેહ દૂર થયો. અને વીતરાગ પ્રણીત ધર્મ જ સાચો ધર્મ છે. નિર્દોષ ધર્મ છે. આ ધર્મ સમાન કોઈ ઉત્તમ ધર્મ જ નથી. મનમાં આ જ ધર્મનો અત્યંત પક્ષપાત થયો.
એવામાં એમના ગામમાં પુષ્પાવતંસક ઉદ્યાનમાં તે જ શ્રી ગુણધરસૂરિ પધાર્યા. ઉદ્યાનપાલકે વધામણી આપી. રાજા પરિવાર સાથે દર્શન-વંદનાર્થે ત્યાં ગયા. શ્રી ગુણધરસૂરિજીએ પવિત્ર ધર્મદેશના આપી. તે સાંભળી શ્રાવકધર્મ સ્વીકારી રાજા પોતાને ઘેર ગયો. એક વખત સૌધર્મેન્દ્ર દેવસભામાં નરવર્મ રાજાની ધર્મસંબંધી માનસિક પક્ષપાતની પ્રશંસા કરી. સુવેગ નામનો દેવ તે ન માનતો છતો પરીક્ષાર્થે મૃત્યુલોકમાં આવ્યો. રાજવાટિકાથી પાછા ફરતા રાજાને દૂરાચારો આચરતા અને અનુચિત તીવ્ર પાપ કરતા જૈનમુનિ દેખાડ્યા. તેવા મુનિને જોવા છતાં રાજા મનથી અલ્પ પણ ચલિત થયો નહીં. જૈનશાસન પામેલામાં આવી મલીનતા હોઈ જ ન શકે. કદાચ કોઈ પૂર્વકૃત કર્મની તીવ્રતાથી આ જીવ આવું આચરણ કરતો હશે. તો પણ મારે ધર્મોપદેશ આપીને આ જીવને સન્માર્ગે લાવવો જોઈએ અને જૈનશાસનની અવહેલના અટકાવવી જોઇએ. એમ સમજી રાજા ઉત્તમ શિખામણ આપે છે. તે સાંભળી સુવેગદેવ પોતાની માયા સંકેલી રાજાની માનસિક ધર્મશુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યો અને પોતાના માથાનો મુગટ રાજાના માથા ઉપર પહેરાવવા લાગ્યો. ત્યારબાદ રાજા ઉત્તમ ગૃહસ્થ ધર્મ પાળી કાળાન્તરે પુત્રાદિ પરિવાર સહિત દીક્ષિત થઈને નિરતિચાર ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org