Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૦ - ગવાતા ગુણોને સાંભળીને તેમના પ્રત્યે આકર્ષિત ચિત્તવાળી થઈ છતી ઉદાસપણે વર્તે છે. ભોજનાદિમાં પણ નિરસપણે દિવસો પસાર કરે છે. તેથી અમારા રાજાની વિનંતિ છે કે તમારા પુત્રને અમારે ત્યાં મોકલો અને આ યશોમતીનું પાણિગ્રહણ કરવાની રજા આપો. ધનદ રાજાએ પુત્રને આદેશ કર્યો એટલે મંત્રી-સામંતો સહિત ભુવનતિલક કુમારે યશોમતીની સાથેના વિવાહ અર્થે શુભ દિવસે પ્રયાણ કર્યું. જલ્દી જલ્દી માર્ગ પસાર કરતાં કરતાં સિદ્ધપુરનગરની ભાગોળે આવ્યા ત્યારે અચાનક જ રથમાં આ કુમાર મૂર્ણિત થયા. કુમારને મુછિત થયેલા જોઈને સર્વ પરિવાર દુઃખી થયો. રડવા લાગ્યો. મંત્રી અને સામંતો ઝટપટ દોડી આવ્યા. ઘણા ઘણા ઉપાયો કર્યા પરંતુ કુમારને સારું ન જ થયું. બલ્બ દુ:ખ નિવારવા જે જે ઉપાયો કરે તેનાથી વધારે દુઃખ જ થવા લાગ્યું. આ જોઈને મંત્રી-સામતો વગેરે પણ નિરુપાય થવાથી સર્વે રડવા લાગ્યા.
એવા અવસરે આ જ નગરની ભાગોળમાં “શરહ્માનું” નામના મહાજ્ઞાની મુનિ સમવસર્યા. ઉત્તમ ધર્મદેશના શરૂ કરી. મંત્રી-સામંતો વગેરે પણ ધર્મદેશના સાંભળવા ગયા. દેશનાના અંતે અગ્રેસર સામતે જ્ઞાની મુનિને પૂછ્યું કે, ભુવનતિલક કુમારને અચાનક વિના કારણે આવું દુઃખ કેમ આવ્યું ? તથા તે દુઃખના નિવારણનો ઉપાય શું? ત્યારે જ્ઞાની મહામુનિએ તેના પૂર્વભવની કથા કહી કે, ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ભુવનાગાર નામના નગરમાં પોતાના મોટા શિષ્ય પરિવાર સાથે ગુણોના ભંડાર એવા એક સૂરિ મહારાજ પધાર્યા. તેઓના શિષ્ય પરિવારમાં
વાસવ” નામનો એક શિષ્ય પાપકાર્યમાં અગ્રેસર હતો. મલીન વિચારવાળો, મહાત્માઓની નિંદા કરનારો આ શિષ્ય દુર્વિનીત હતો. એક વખત વડીલ મુનિઓએ તેને સન્માર્ગની અને વિનયી થવાની શિખામણ આપી. વિનયથી માણસ માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ધનપ્રેમ વગેરે પણ વિનયથી જ આવે છે. આ ભવ-પરભવમાં પણ આત્માનું કલ્યાણ વિનયથી જ થાય છે. ઈત્યાદિ શિખામણ આપવા છતાં તેમાં કંઈ સુધારો થયો નહીં. ઉલટું આ શિખામણ વધારે ક્રોધ માટે બની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org