Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૧
જમાડીને કહ્યું કે, મારી આ પુત્રી સાથે તમે લગ્ન કરો. નંદને કહ્યું કે મારે ચઉદેશ પાછા જવાનું છે. કુલધરે કહ્યું કે, મારી પુત્રીને પરણાવીને તુરત તમારી સાથે વોળાવીશ. નંદને હા પાડી, નિર્ભાગ્યા નામની પુત્રી સાથે નંદનનું લગ્ન થયું.
શ્રીદત્તશ્રેષ્ઠીએ કહ્યું કે, હે નંદન ! જો તમારે અહીં રોકાવાનું હોય તો હું બીજા પુરુષને લેખ લઈને મારા પુત્ર વસંતદેવ પાસે ચઉદેશ મોકલું. એટલે નંદને પોતાના સસરા કુલધરને કહ્યું કે, મારે જલ્દી ચઉદેશ જવું છે. લેખ પહોંચાડવાનું મોટું કામ છે. તેણે કહ્યું કે, તમારી સાથે જ હું પુત્રીને વોળાવું જ છું. બધું તૈયાર જ છે. કેટલોક કરીયાવર પાછળથી મોકલીશ. તે નંદન પત્ની સાથે લેખ લઈને ચઉદેશ તરફ નીકળ્યો. અનુક્રમે ઉજ્જૈણી નગરી આવ્યો. હવે સાથે લીધેલું ભાથું ખૂટી પડ્યું. જેથી દુઃખના ભારથી સુતેલી સ્ત્રીને મૂકીને તે એકલો નીકળી ગયો. પ્રભાતે જાગેલી સ્ત્રીએ ચોતરફ જોયું. પરંતુ પોતાના પતિને અને ભાતાના પોટલાને ન દેખતાં રડવા લાગી. ઘણું આક્રંદન કર્યા પછી ધીરજ ધારણ કરીને વિચારવા લાગી કે, દુઃશીલ પુરુષોથી શીયળનું રક્ષણ કરવું એકાકી
સ્ત્રી માટે કઠીન છે. આવી સ્થિતિમાં પિયર જવું પણ શોભાસ્પદ નથી. તેથી કોઈ ઉત્તમ ધર્મિષ્ઠ વણિકને (જેનને) પિતાતુલ્ય માનીને તેના ઘરનાં કામકાજ કરતાં જીવન નિર્વાહ કરવો હિતાવહ છે. એમ વિચારી ગામમાં ફરતાં ફરતાં એક મહાત્મા વણિક પુરુષને જુએ છે. તેના ચરણકમળમાં પ્રણામ કરીને કરુણ સ્વરે અતિશય રૂદન કરતાં પોતાની યથાર્થ હકીકત કહે છે. તે સાંભળીને કરુણાળુ એવા તે માણિભદ્રશ્રેષ્ઠીએ પોતાને ઘેર પુત્રીની જેમ રહેવા કહ્યું. ચોતરફ તેના પતિની તપાસ કરાવી, પરંતુ કંઈ પત્તો લાગ્યો નહીં. તેથી તેની વાત સાચી છે કે મિથ્યા, તેની તપાસ કરવા ચંપાનગરીમાં કુલધર શ્રેષ્ઠીને ત્યાં માણસો મોકલ્યા. સાચી વાત જાણવાથી આ બાળા ઉપર ઘણું ગૌરવ થયું. તે બાળા પણ વિનયાદિ ગુણપૂર્વક આ ઘરના સર્વ પરિજનની સેવા કરે છે.
જૈનધર્મથી વાસિત મનવાળા આ માણિભદ્રશ્રેષ્ઠીએ ઉંચા શિખરવાળું સુંદર એક જિનાલય કરાવ્યું. જિનેશ્વર પરમાત્માની સેવા ભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org