Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૦
થયાં. તેનું નામ પણ પાડતાં નથી. અનાદરથી તેનું ઉચ્છેરણ કરે છે. યુવાવસ્થા પામતાં લોકોએ તેણીનું “નિર્ભાગ્યા” એવું નામ કર્યું. મનથી દુઃખી થયેલો આ શ્રેષ્ઠી તેના લગ્નનું પણ ધ્યાન આપતો નથી. એક વખત ચિંતાતુર મનવાળો તે કુલધર પોતાની દુકાનમાં બેઠો છે. ત્યાં બહારગામથી આવેલો, અતિશય મેલો-ઘેલો અને થાકેલો એક પુરુષ જોયો. કુલધરે તેને પૂછયું કે તું કોણ છે ? કયાંથી આવ્યો છે ? શા માટે આવ્યો છે ? અને કયાં જવાનું છે ?
તે પુરુષે કહ્યું કે, કોશલદેશમાં કોશલાનગરીનો રહેવાસી છું. નંદશ્રેષ્ઠી અને સોમામાતાનો પુત્ર છું. મારું “નંદનકુમાર” નામ છે. ધન કમાવવા હું ચડિ દેશ ગયેલો. પરંતુ ધન ન કમાઈ શકવાથી લોકોનાં ઘરનાં કામો કરતો ઉદરભરણ કરું છું. સ્વમાની હોવાથી ધન કમાયા વિના મારા પોતાના ઘરે જવા ઈચ્છતો નથી. ચઉડદેશમાં વસતા વસંતશ્રેષ્ઠીએ એક કાગળ લખીને મને તેમના પિતા શ્રીદત્ત શ્રેષ્ઠીને આપવા માટે અહીં મોકલ્યો છે. તો તે શ્રીદત્તશ્રેષ્ઠીનું ઘર કયાં આવ્યું? તે કૃપા કરી બતાવો. કુલધર શ્રેષ્ઠી મનમાં વિચારે છે કે, આ પરદેશી પુરુષ જ મારી પુત્રી માટે યોગ્ય વર છે. અજાણ્યો હોવાથી છોકરીની બહુ પૂછપરછ કરશે નહીં. પરદેશી હોવાથી મારે ઘરે બહુ રહેશે નહીં. સ્વમાની હોવાથી વારંવાર સસરાના ઘરે આવશે નહીં. એમ વિચારીને કહ્યું કે હું તારા પિતાનો પરમ મિત્ર છું. મારે ઘેર આવો. નંદને કહ્યું કે, હું જે કામ માટે આવ્યો છું. તે પ્રથમ કરીને પછી તમારે ઘેર આવીશ. કુલધરે તેની સાથે એક પુરુષને મોકલીને કહ્યું કે, લેખ આપવાનું કામકાજ થઈ જાય એટલે તુરત મારે ઘેર લાવજે.
તે નંદન તે પુરુષની સાથે શ્રીદત્તશ્રેષ્ઠીને ઘેર ગયો. તેના પુત્ર વસંતદેવે આપેલ લેખ આપ્યો. તેણે વાંચ્યો. ત્યારબાદ નંદને કહ્યું કે, મારા પિતાના મિત્ર કુલધર શ્રેષ્ઠી અહીં વસે છે. મારે તેમને ઘેર જવું છે. તેઓએ મારી સાથે આ પુરુષ મોકલ્યો છે. તેમને મળીને તમારી પાસે આવીશ. એમ કહીને તે પુરુષની સાથે નંદન કુલધર શ્રેષ્ઠીને ઘેર ગયો. કુલધર શ્રેષ્ઠીએ તેને સ્નાનાદિ કરાવી નવાં વસ્ત્ર પહેરાવી, શ્રેષ્ઠ ભોજનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org