Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૨
કરવામાં એકાગ્ર મનવાળી આ બાળા ચૈત્યનાં સાફસુફી આદિનાં તમામ કામો કરે છેશ્રેષ્ઠી જે પગાર આદિ આપે છે તેમાંથી પણ આ બાળા પ્રભુની અંગરચનાદિ ધર્મકાર્ય કરે છે. તેથી અતિશય ખુશ થયેલો શ્રેષ્ઠી વધુ ધન તેણીને આપે છે. તેમાંથી તેણીએ પરમાત્માના અલૌકિક ત્રણ છત્ર બનાવ્યાં. ચામર કળશાદિ બનાવ્યાં. પરમાત્માની શ્રેષ્ઠ ભક્તિ કરે છે. અશનાદિ ચાર પ્રકારના આહારાદિ દ્વારા તથા વસ્ત્ર, શયન અને આસનાદિ દ્વારા પરમ ભક્તિપૂર્વક સાધુ સંતોની શ્રેષ્ઠ સેવા કરે છે. સાધર્મિક વાત્સલ્ય આદિ કરે છે. એમ દેવ-ગુરૂની પરમ સેવા ભક્તિ કરતી છતી કાલનિર્ગમન કરે છે. એક દિવસ માણિભદ્રશ્રેષ્ઠી ઉદાસ છે. તેને જોઈને બાળા પૂછે છે કે હે પિતાજી ! તમે કેમ ઉદાસ છો ? તે કહે છે કે મારો પુષ્પોથી ભરપૂર બગીચો પાણી આદિ છાંટવા છતાં શુષ્ક થતો દેખાય છે. તેની મને ચિંતા છે. તે બાળાએ કહ્યું કે, ચિંતા ન કરશો. મારા શીયળના પ્રભાવથી હું તમને તે બગીચો નવપલ્લવિત કરી આપીશ. એમ કહીને શાસનદેવીનું ધ્યાન કરીને ચારે આહારનો ત્યાગ કરીને નૂતન જિનાલયના દ્વારે ધ્યાનમાં બેઠી. તેના શીયળના પ્રભાવથી ત્રીજા દિવસની રાત્રે શાસનદેવી પ્રત્યક્ષ થઈ. અને કહ્યું કે હે બાળા ! તું ખેદ ન કર. તારા શેઠનો બગીચો પ્રભાતે જ નવપલ્લવિત થશે. તુચ્છ વ્યંતરદેવનો ઉપદ્રવ મેં ટાળ્યો છે. બાળાએ આ વાત પ્રભાતે શ્રેષ્ઠીને કરી શ્રેષ્ઠી ખુશ થયા છતા બગીચો જોવા જાય છે. અતિશય પુષ્મિત અને વિવિધ વૃક્ષોફૂલો અને ફળોથી યુક્ત જોઇ આનંદિત થયા. શ્રી શ્રમણ સંઘ સાથે શ્રેષ્ઠી તથા સર્વે લોકો જિનાલયમાં દર્શનાર્થે ગયા. બાળાના શીયળના પ્રભાવની ચોતરફ પ્રશંસા થઈ. તે બાળાએ પણ ચતુર્વિધ સંઘનો આહારાદિ દ્વારા લાભ લઈને પરમ સેવા-ભક્તિ કરીને પારણું કર્યું. ત્યારબાદ સંયમી જીવોની અનુમોદના અને વૈયાવચ્ચ કરતી, વિવિધ પ્રકારના તપકર્મ વડે ગૃહસ્થ જીવનમાં અતિશય ધર્મ કરવા લાગી. અંતે અણસણ કરી સમાધિપૂર્વક મૃત્યુ પામી સૌધર્મકલ્પમાં દેવ થઇ. ત્યાંથી આવીને તે બાળાનો જીવ અગ્નિશર્મા બ્રાહ્મણને ઘેર તું વિદ્યુ—ભા નામની પુત્રી તરીકે જન્મી છો. માણિભદ્રશ્રેષ્ઠી પણ દેવપણું અનુભવી મનુષ્ય જન્મ પામી નાગકુમારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org