Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૮
ઇચ્છાનો આગ્રહ રાખતાં નાગકુમારે પાટલીપુત્રનગરમાં રાજાના વાસભવનમાં તેને દૈવપ્રભાવથી ક્ષણવારમાં મૂકી. રાજાનું વાસભવન જોઈને, તેમાં સુતેલા રાજાને અને પોતાની (શાક્યમાતાની પુત્રી) ભગિનીને જોઈને રાજાની સાથે કામાતુર, બહેનની સાથે ઇર્ષાળુ અને શોક્યમાતા ઉપર કોપિત થયેલી તે બીજા રૂમમાં ધાવમાતાઓની વચ્ચે સૂતેલા પોતાના પુત્રને જોઈને બન્ને હાથમાં ઉંચકી, રમાડી, પ્રસન્ન થઈને, પોતાના જ બગીચાનાં સુંદર પુષ્પોથી આચ્છાદિત કરીને સૂર્યોદય થતાં પહેલાં પોતાના વાસભવનમાં કૂવાની નીચે પાતાળમાં આવી ગઈ. પુષ્પોથી આચ્છાદિત થયેલા પુત્રને પ્રભાતે જોઇને ધાવમાતાઓએ રાજાને ખબર આપી. રાજા ત્યાં આવ્યો. ઉત્તમ પુષ્પોથી આચ્છાદિત થયેલા પુત્રને જોઈને પોતાની નવી પત્નીને પૂછ્યું. તેણીએ રાત્રે મેં જ બગીચો લાવ્યો હતો. એવો ઉત્તર આપ્યો. રાજાએ અત્યારે ફરીથી તે બગીચાને લાવ એમ કહેતાં દિવસે તે ન આવે. રાત્રે આવશે એમ કહી જુદા જુદા બહાના નીચે ત્રણ દિવસો ગયા. ત્રણે દિવસ રાત્રે આરામશોભા પુત્રમુખ જોવા આવે છે. અને સૂર્યોદય પહેલાં ચાલી જાય છે.
ચોથા દિવસે રાજા પોતે જ આખી રાત જાગૃત થઈને બેસે છે. જેટલામાં આરામશોભા આવે છે અને પુત્રને જોઇને પાછી ફરે છે તેટલામાં રાજા તેને પકડે છે. અને કહે છે કે, અતિપ્રિય એવા પ્રાણનાથને તું કેમ છેતરે છે ? તેણીએ પ્રથમ ઉત્તર ન આપ્યો. કાલે કહીશ, એમ કહ્યું. પરંતુ રાજાનો આગ્રહ વધતાં અને પકડેલી આરામશોભાને ન છોડતાં તેણીએ પોતાની શોક્યમાતાનું આ સંપૂર્ણ કાવતરું છે અને મારી શોક્યમાની આ પુત્રી છે ઈત્યાદિ સઘળી હકીકત કહી. આ હકીકત કહેતાં કહેતાં સૂર્યોદય થઈ ગયો. કેશપાશમાંથી મૃત નાગ પડ્યો અને આ આરામશોભા નાગકુમારની સહાય વિનાની થઈ ગઈ. તેણીને ઉદાસ થયેલી જોઈ રાજાએ પૂછ્યું. એટલે આરામશોભાએ નાગકુમારની સઘળી હકીકત કહી. ત્યારબાદ તે આરામશો પણ જિતશત્રુ રાજાના ઘરે જ રહી. રાજા માયાવી આરામશોભા, અગ્નિશર્મા અને શોક્યમાતા ઉપર ગુસ્સે થયો. એ દંડપ્રહાર વડે મારવાની, દેશનિકાલ કરવાની અને આપેલી સર્વ સામગ્રી લઈ લેવાની સેવકોને આજ્ઞા કરી. તે જ વખતે વાસ્તવિક આરામશોભાએ રાજાને પગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org