Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પણ કપટપૂછે છે કે આ આપની હોય તેવા
૩૭ શોક્યમાતાએ પોતાના ભોંયરામાં રાખેલી પોતાની પુત્રીને નવજાત બાળક પાસે સુવરાવી રાજાને પુત્ર જગ્યાની ખબર આપી. આરામશોભાનો સખી પરિવાર જ્યારે આવ્યો ત્યારે અલ્પ લાવણ્યવાળી અને બદલાયેલા રૂપ વાળી જાણે બીજી જ આ પુત્રી હોય તેવી આ સ્ત્રીને જોઈને વિલખી થઈ માતાને પૂછે છે કે આ આરામશોભા બદલાઈ કેમ ગઈ? તે શોક્યમાતા પણ કપટપૂર્વક રૂદન કરતી છતી દૈવે આ શું કર્યું ? રાજાને હવે અમે શું મુખ બતાવીશું? ઈત્યાદિ વિલાપ કરતી રહે છે. સખીઓ પણ રાજભયથી ઉદાસ થયેલી છે. તેવામાં રાજમંત્રી આરામશોભાને તેડવા આવે છે. અગ્નિશર્મા તથા શોક્યમાતા પોતાની પુત્રીને બાળક તથા સખીજનના પરિવાર સાથે વોળાવે છે. બગીચો દેખાતો નથી ત્યારે સખીજન આ નવી સ્ત્રીને પૂછે છે કે, બગીચો કેમ દેખાતો નથી ? કયાં ગયો છે ? તેની માતાના સમજાવ્યા મુજબ કહે છે કે, બધાં જ વૃક્ષોને પાણી પાવા માટે કૂવામાં નીચે મૂક્યો છે, પાછળથી આવશે. આવા ઉત્તરથી સંતોષ ન થવા છતાં સર્વે પાટલીપુર નગરમાં જિતશત્રુ રાજાને ત્યાં આવ્યા. રાજાએ ઘણા હર્ષપૂર્વક પુત્ર અને પત્નીનો નગરશોભા સાથે પ્રવેશ કરાવ્યો. પત્નીનું બદલાયેલું રૂપ જોઈ રાજાએ પૂછ્યું. ત્યારે સખીજને કહ્યું કે, પ્રસવ પીડાથી રૂપ બદલાઈ ગયું છે, બીજું કોઈ કારણ અમે જાણતા નથી. સંતોષકારક ઉત્તર ન મળતાં ઉદ્વિગ્ન મનવાળો રાજા તેણીની સાથે આ આરામશોભા જ છે, એમ માની સંસાર ચલાવે છે. તે સ્ત્રીનાં પ્રત્યેક અંગો રાજા જેમ જેમ જુએ છે તેમ તેમ વધુ શંકાવાળો બને છે. બગીચો લાવવાનું આ સ્ત્રીને રાજા કહે છે. ત્યારે કુવાનું પાણી પી લેશે એટલે બગીચો પછીથી આવી જશે. એમ કહી કહીને સમય વિતાવે છે.
કૂવાની નીચે પાતાળમાં રહેલી “આરામશોભા” નાગકુમારને પોતાના પુત્રનું મુખકમલ જોવા જવાની વિનંતિ કરે છે, નાગકુમારે કહ્યું કે, (૧) પુત્રનું મુખકમલ જોઈને તુરત પાછી આવજે. (૨) જો ત્યાં તને સૂર્યોદય થઈ જશે તો પછી તારું અને મારું મળવું બનશે નહીં. (૩) જ્યારે તારા કેશપાશમાંથી મરેલો નાગ પડશે ત્યારથી તને મારું દર્શન બંધ થશે. આટલું કહેવા છતાં આરામશોભાએ પુત્રને જોવા જવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org