Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩પ
એક વખત જંગલમાં શ્રેષ્ઠ બગીચાની અંદર એક વૃક્ષની છાયામાં તે બાળા ગાયોને ચરાવતી સૂતી છે. તે સમયે પાટલિપુત્ર નગરનો રાજા જિતશત્રુ વિજયયાત્રા કરીને પાછો ફરતો છતો ત્યાં આરામ અર્થે રોકાયો. શ્રેષ્ઠ બગીચો જોઈને સેનાપતિને સૈન્યની છાવણી માટે હુકમ કર્યો. યથાયોગ્ય રીતે વૃક્ષોના થડ સાથે હાથી-ઘોડા-ઉંટ અને બળદોને બાંધીને સૈન્ય ત્યાં પડાવ કર્યો. તેઓના ગમનાગમનથી બાળાની ગાયો દૂર દૂર ભાગી દઈ. તથા કોલાહલ સાંભળીને બાળા જાગી ગઈ. પોતાની ગાયો દૂર દૂર જતી જોઈને તેને વાળવા માટે ઉઠીને તે બાળા દોડવા લાગી. તેની સાથે બગીચો પણ ચાલવા લાગ્યો. આ જોઈને રાજા વિસ્મય પામ્યો અને મંત્રીને પૂછવા લાગ્યો કે આ શું છે ? આમ કેમ બને છે ? મંત્રી કહે છે કે મને એમ લાગે છે કે આ બાળાનું આ માહાભ્ય હોવું જોઈએ. કારણ કે જ્યાંથી ઉઠીને તે ભાગી છે ત્યાંથી તે બગીચો તેની સાથે જાય છે. વળી આંખના નિમેષ-ઉન્મેષ વાળી હોવાથી આ માનવી છે પણ દેવી નથી. રાજાએ કહ્યું કે તે બાળાને મારી પાસે લાવો. મંત્રીએ મોટે અવાજે બાળાને બોલાવી. તે ત્યાં ઉભી રહી. મંત્રી પોતે બાળા પાસે ગયા. તેણીની ગાયો પાછા વાળવા ઘોડેસવાર મોકલ્યા. અને સમજાવીને તેણીને રાજા પાસે લાવી. તેના રૂપ-ગુણ અને લાવણ્યાદિ ભાવોને જોઈને રાજા મોહિત થયો. ઇંગિતાકારથી મંત્રીએ રાજાના ભાવ જાણીને રાજા સાથે પાણિગ્રહણની વાત કરી. કન્યાએ હું સ્વતંત્ર નથી. મારાં માતા-પિતાની સમ્મતિ આવશ્યક છે એમ જણાવ્યું. જેથી મંત્રીએ તેના પિતા પાસે જઈ કન્યારત્નની માગણી કરી. તેણીના પિતાને રાજા પાસે લાવ્યા. પિતાએ રાજાની ઇચ્છા પ્રમાણે વિધુત્વભા તેને પરણાવી. જિતશત્રુ રાજા વિદ્યુતૂભા સાથે પાટલિપુર નગરમાં આવ્યો.
ત્યારથી રાજાએ વિદ્યુ...ભાનું નામ બદલીને બગીચાની શોભાવાળી આ સ્ત્રી હોવાથી તેણીનું નામ “આરામશોભા' રાખ્યું. તેની સાથે સંસારસુખ ભોગવતાં કાળ પસાર થાય છે.
આરામશોભાની શકયમાતાને પુત્રી જન્મી છે. અનુક્રમે તે પુત્રી યુવાન થઇ ત્યારે શોક્યમાતાને મનમાં વિચાર આવ્યો કે જો આરામશોભા કોઇ ઉપાયે મૃત્યુ પામે તો આ રાજા મારી પુત્રીને પરણે એટલે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org