Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪ (૭) ચારિત્રમાં જે ઢીલા હોય, અપવાદ સેવનારા હોય તે મંદ કહેવાય છે. (૮) જે શાસ્ત્રાભ્યાસ રહિત હોય, આત્મહિતના અનુભવ વિનાના હોય,
અથવા વિપરીત મતવાળા હોય તે અજ્ઞાની કહેવાય છે.
આવા ચારિત્રભ્રષ્ટ, સત્વભ્રષ્ટ અને જ્ઞાનભ્રષ્ટજીવોનો પરિચય ત્યજી દેવો. તેઓથી અતિશય દૂર રહેવું. કારણ કે દુર્ગુણીના સંગથી પણ આત્મા દુર્ગુણી થાય છે. પૂર્વે પ્રાપ્ત કરેલું સમ્યગદર્શન પણ આવા પ્રકારના ભ્રષ્ટજીવોના પરિચયથી નષ્ટ થાય છે. માટે તેઓનો ત્યાગ કરવો તે વ્યાપત્રદર્શન નામની ત્રીજી સદણા કહેવાય છે.
वावन्नदंसणाणं, निणहवहाच्छन्दकुग्गहहयाणं । • પન્નુવëિ, વત્તાવ મતિજ્ઞા સામે ૨૨ અહીં રોહગુપ્ત નામના છઠ્ઠા નિદ્ભવની કથા આ પ્રમાણે છે
આ ભરતક્ષેત્રમાં અંતરંજિકા નામની નગરીમાં બલશ્રી નામનો રાજા હતો. તે જ નગરીમાં શ્રીગુપ્ત નામના જ્ઞાની ગીતાર્થ આચાર્ય હતા. એક વખત તેમના સંસારિસંબંધે ભાઈ અને સાધુપણે શિષ્ય, અનેક પ્રકારની વિદ્યાથી સંપન્ન એવા રોહગુપ્ત નામના મુનિ વંદનાર્થ આવ્યા. તે જ નગરીમાં તે કાલે અતિશય જ્ઞાનના અહંકારવાળો એક પરિવ્રાજક (વાદી) આવ્યો, આ ગામમાં જો કોઈ સમર્થજ્ઞાની હોય તો મારી સાથે વાદ કરે એવો ઢંઢેરો તે પરિવ્રાજકે રાજા પાસે પીટાવ્યો, રોહગુએ આ ઢંઢેરો સ્વીકાર્યો. અને પરિવ્રાજકની સાથે રાજસભામાં વાદ કરવાની પ્રતિજ્ઞા સ્વીકારી. ગુરુજીની પાસે આવીને વાત કરી. ગુરુજીએ કહ્યું કે આ ઉચિત કર્યું નથી. આ પરિવ્રાજક વિદ્યાબલવાળો તો છે જ પરંતુ હલકી અને મેલી વિદ્યાના પ્રયોગોનો પણ જાણકાર છે. રોહગુએ કહ્યું કે જે પ્રતિજ્ઞા સ્વીકારી છે તે પ્રાણાને પણ પાછી કેમ ઠેલાય ! તેથી કરૂણાળુ ચિત્તવાળા ગુરુજીએ તે મેલી વિદ્યાઓના પ્રતિકારવાળી સર્વ વિદ્યાઓ રોહગુપ્તને શીખવાડી, તથા “રજોહરણ” એવો મંત્રીને આપ્યો કે પરિવ્રાજક કોઈ ભયંકર ઉપસર્ગ કરે તો આ રજોહરણથી તે ઉપસર્ગ પલાયન થઈ જાય, ત્યારબાદ રાજ્યસભામાં પરિવ્રાજક અને રોહગુપ્તનો વાદ થયો, પરિવ્રાજક જીવ-અને અજીવ એમ બે જ રાશિ સંસારમાં છે એમ કહ્યું. રોહગુમે જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org