Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અધિકાર બીજો ઢાળ બીજી ત્રણ લિંગ
ત્રણ લિંગ સમકિત તણા રે, પહેલું શ્રુત અભિલાષ, જેહથી શ્રોતા રસ લહે રે, જેહવો સાકર દ્રાક્ષ રે, પ્રાણીઓ ધરીયે સમકિત રંગ, જીમ લહીએ સુખ અભંગ રે.
પ્રાણીઓ ૧૧ તરૂણ, સુખી, સ્ત્રીપરિવર્યો રે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિઘણે રે, ધર્મ સુણ્યાની રીત રે.
પ્રાણીઓ ૧૨ ભુખ્યો, અટવી ઉતર્યો રે, જિમ દ્વિજ ઘેબર ચંગ, ઈચ્છે હિમ જે ધર્મને રે, તેહિ જ બીજું લિંગ રે,
પ્રાણીઓ ૧૩ વૈયાવચ્ચ ગુરુદેવનું રે, ત્રીજું લિંગ ઉદાર, વિદ્યા સાધક પરે કરે રે, આળસ નવી ય લગાર રે,
પ્રાણીઓ ૧૪ ગાથાર્થ : સમ્યત્વનાં ત્રણ લિંગ છે. પ્રથમલિંગ “શુશ્રુષા” શ્રુતની અભિલાષા છે. જે શુશ્રુષાથી શ્રોતાને શાસ્ત્રોના અર્થ સાંભળવામાં સાકર અને દ્રાક્ષના જેવી મીઠાશ આવે. ૧૧
હે ભવ્ય પ્રાણીઓ ! આ ત્રણ લિંગોથી સમ્યક્તનો રંગ એવો ધારણ કરો કે જેથી અખંડ સુખની પ્રાપ્તિ થાય.
જેમ કોઈ યુવાન, ધનવાન, પરિણીત સ્ત્રી યુક્ત અને સંગીતજ્ઞ પુરુષ જેટલા રાગે દેવોના ગીતને સાંભળે, તેના કરતાં પણ અતિશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org