Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૦
નગર બહાર નીકળતાં નથી. તે જ નગરમાં અત્યન્ત વિશુદ્ધ સમ્યગૂદર્શનવાળો “સુદર્શન” શેઠ વસે છે પરમ શ્રાવક એવા તેણે ભગવાનની વાણી સાંભળવાની પોતાની ઉત્કંઠા માતા-પિતાને કહી, માત-પિતાએ અર્જુનમાલી ઉપસર્ગ કરશે, માટે ત્યાં જવાની વાત છોડી દે. ઘેર બેઠો વંદના કર એમ કહ્યું. સુદર્શને કહ્યું કે હે માત-પિતા ! સાક્ષાત્ પરમાત્મા અહીં પધારે છતે તેમના દર્શન-વંદન અને શ્રવણ વિના ભોજન કરવું પણ મને કલ્પતું નથી. તો અર્જુનમાલીનો ઉપસર્ગ શું હિસાબમાં ! જે થવાનું હોય તે ભલે થાય, પરંતુ પરમાત્માની વાણી સાંભળવા હું તો જવાનો જ છું માત-પિતાની આજ્ઞા મેળવીને તે ગયો.
રસ્તામાં મુગરને ઉપાડીને સુદર્શનને હણવા માટે તે અર્જુનમાલી આવ્યો, સુદર્શને પણ ઉપસર્ગ આવ્યો છે એમ જાણીને સર્વ જિનેશ્વરોને નમીને, પોતાના વ્રતોને સંભાળીને ચાર શરણ સ્વીકારીને સર્વજીવોને ખમાવીને, દુષ્કૃતગર્તા અને સુકતાનુમોદના કરીને, સાગારી અનશન સ્વીકારી
જ્યાં સુધી આ ઉપસર્ગ શાન્ત ન થાય ત્યાં સુધીનો કાયોત્સર્ગ કર્યો. સુદર્શનના ત્યાગ-તપ અને તેજ જોઈને તેને હણવા અસમર્થ એવો યક્ષ અર્જુનમાલીના શરીરમાંથી ભૂત ભાગે તેમ ભાગી ગયો, યક્ષથી ત્યજાયેલો અર્જુનમાલી ભૂમિ ઉપર પડ્યો, ચૈતન્ય પ્રાપ્ત થતાં તેણે સુદર્શનને જોયા, ઉપસર્ગ પૂર્ણ થયો છે એમ સમજી સુદર્શને પણ કાયોત્સર્ગ પાળ્યો, પરસ્પર પરિચય કર્યો. બન્ને ભગવાનની વાણી સાંભળવા ગયા, અત્યન્ત ભાવપૂર્વક પરમાત્માની વાણી સાંભળી સુદર્શન ઘરે ગયા, અને અર્જુનમાલી જઘન્યથી પણ છzતપ કરવો એવા અભિગ્રહપૂર્વક દીક્ષિત થયો, ક્રોધિત લોકોના ઉપસર્ગને સહન કરતો તે અર્જુનમાલી બે માસની સંલેખના કરી કેવલી થઈ મોક્ષે ગયો. સુદર્શન શેઠે ધર્મ સાંભળવાની તીવ્ર શુશ્રુષામાં યક્ષાધિષ્ઠિત અર્જુનમાલીના ઉપસર્ગને પણ ન ગણકાર્યો, આવી તીવ્ર શુશ્રુષા એ સમ્યક્ત્વનું પ્રથમલિંગ છે. ૧૧-૧૨
સમ્યત્ત્વ સપ્તતિકામાં કહ્યું છે કેतरुणो सुही वियड्डो, रागी पियपणइणीजुओ सोउं । इच्छइ जह सुरगीयं, तओऽहिया समयसुस्सूसा ॥१४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org