Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૮
ઘણા રાગે જે ધર્મને સાંભળે તે “શ્રુતઅભિલાષ” અર્થાત્ શુશ્રુષા નામનું પ્રથમ લિંગ છે. ૧૨ . જે ભૂખ્યો હોય, અરણ્ય પાર કરીને આવેલો હોય, જાતે બ્રાહ્મણ હોય, તેને મનોહર ઘેબર ખાવા મળે, તો જેટલી તીવ્ર ઇચ્છાથી ભોજન કરે, તેની જેમ તીવ્ર ઈચ્છાથી જે ધર્મને ઇચ્છે તે “ધર્મરાગ” નામનું બીજું લિંગ જાણવું. ૧૩
અલ્પ પણ પ્રમાદ સેવ્યા વિના જેમ વિદ્યાસાધક વિદ્યા સાથે તેમ થોડી પણ આળસ કર્યા વિના દેવ-ગુરુની જે વૈયાવચ્ચ કરે તે ત્રીજું વૈયાવચ્ચ નામનું પ્રધાન લિંગ જાણવું. ૧૪
શાસ્ત્રમાં કહ્યું છે કેपरमागमसुस्सूसा, अणुराओ धम्मसाहणे परमो । નિયુવેયાવચ્ચે, નિયમો સમલિંગારું છે શરૂ (૧) પરમ એવાં આગમશાસ્ત્રો સાંભળવાની તીવ્ર ઇચ્છા ! (૨) ધર્મકાર્ય કરવાનો પરમ અનુરાગ. (૩) જિનેશ્વર દેવ અને ગુરુની વૈયાવચ્ચ કરવાનો નિયમ.
આ ત્રણ સમ્યકત્વનાં લિંગો છે.
વિવેચન :- આત્માની અંદર સમ્યત્વ પ્રાપ્ત થયું છે કે નહીં ! તેની બાહ્ય જે નિશાનીઓ તેને લિંગ કહેવાય છે. (અને આંતરિક જે નિશાનીઓ તે લક્ષણ કહેવાય છે) તે ત્રણ છે. (૧) શુશ્રુષા, (૨) ધર્મરાગ, (૩) દેવગુરુની વૈયાવચ્ચ. આ ત્રણમાંથી પ્રથમ શુશ્રુષા સમજાવે છે.
ધર્મશાસ્ત્રો તથા તેના અર્થો અને વિવેચન સાંભળવામાં જે શ્રોતાને એટલો બધો અતિશય રસ આવતો હોય કે સાકર-દ્રાક્ષ આદિ મીઠી વસ્તુઓના મીઠા સ્વાદ કરતાં પણ આ ધર્મશ્રવણમાં વધારે મીઠાશ અનુભવાતી હોય, આ જ વાત એક ઉદાહરણથી સમજાવે છે કે કોઈ એક યુવાન્ પુરુષ હોય, ધન અને શરીરાદિના સુખે સુખી હોય, નવો જ વિવાહિત થયેલો હોય, તથા સંગીતના મર્મને બરાબર સમજનારો હોય. આવો પુરુષ આ પૃથ્વી ઉપર દેવ-દેવીઓ ગાયન કરવા આવ્યા હોય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org