Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૬
જલમાં પ્રવેશ્યું છતું ખારાપણાને જ પામે છે. તેમ સમ્યક્ત્વી જીવનું સમ્યક્ત્વ પણ મિથ્યાદર્શનીઓના પરિચયથી ચાલ્યું જાય છે. માટે તેવા પ્રકારના પરદર્શનીઓનો સંગ ત્યજવો તે ચોથી સદ્દહણા જાણવી.
मोहिज्जइ मंदमई, कुदिट्ठिवयणेहिं गुविलढंढेहिं । दूरेण वज्जियव्वा, तेण इमे सुद्धबुद्धीहिं ॥१२॥
આ સંસારમાં ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી અને ૩૨ વિનયવાદી એમ કુલ ૩૬૩ મિથ્યાદર્શનીના મતો છે. આ વિષય ઉપ૨ વૈશ્રમણશ્રેષ્ઠીની કથા જાણવી. તે વિસ્તારભયથી અહીં લખી નથી. પરંતુ પૂ. હરિભદ્રસૂરીજી કૃત સમ્યક્ત્વસપ્તતિની ટીકામાંથી જાણી લેવી.
આ ચાર પ્રકારની શ્રદ્ધાને બરાબર વળગી રહેવાથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વ ટકી રહે છે. તેમાં અતિચારાદિ દોષો લાગતા નથી. કદાચ જ્ઞાનદશા ઓછી હોવાથી સાચી વસ્તુ ન પણ સમજાય તો પણ સાચી શ્રદ્ધાપૂર્વક તેને સ્વીકારવાથી પણ સમ્યક્ત્વ સ્થિર થાય છે. કારણ કે છદ્મસ્થ આત્માનું સર્વજ્ઞકથિત બધી જ વસ્તુ બરાબર સમજાઇ જ જાય એવો નિયમ નથી. માટે
(૧) પરમાર્થે તત્ત્વોની શ્રદ્ધાપૂર્વક વિચારણા કરવી.
(૨) સંવેગ પરિણામી સદ્ગુણી ગીતાર્થ મુનિઓની સેવા કરવી. (૩) સમ્યક્ત્વભ્રષ્ટ અને પાર્શ્વસ્થાદિ જૈન વેષધારી મુનિઓનો ત્યાગ કરવો (૪) અન્ય પરદર્શની આત્માઓનો પરિચય ત્યજવો.
આ ચાર શ્રદ્ધા જો સેવવામાં આવે તો કોઇ પણ દોષ સમ્યક્ત્વમાં કેમ લાગે ! પતિત અને પરદર્શનીમાં કદાચ કોઇ બહારથી મુખ્યત્વે દેખાતો ગુણ હોય, તો પણ તેઓની સોબત ન કરવી. કારણ કે સામાન્ય માણસો ગુણ અને દોષોનો ભેદ ન પાડી શકે તેથી ગુણોની સાથે દોષો પણ ગ્રહણ કરી લે અને ગુણ કરતાં દોષ આકરા હોય તો આત્માને નુકશાન થાય માટે સામાન્ય જીવો માટે આ પ્રતિબંધ છે. સર્વ જીવો માટે આ પ્રતિબંધ નથી. આ પ્રમાણે ચાર સદ્દહણાના વર્ણનાત્મક પ્રથમ અધિકાર પૂર્ણ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org