Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩
કેવળજ્ઞાન થશે. તેથી તેઓ ગંગા નદી ઉતરવા નાવમાં બેઠા, નાવમાં જે જે ભાગમાં તેઓ બેસે છે તે તે ભાગ પાણીમાં ડૂબે છે. તે જોઇને નાવિકે તેઓને નદીમાં ફેંકી દીધા. નદીમાં પડતા એવા તેમના શરીરને શુદ્રવ્યંતરીએ ત્રિશૂલથી વિંધ્યું. શરીરમાં ત્રિશૂલની પીડા ઘણી હોવા છતાં તેની દરકાર કર્યા વિના અપૂકાય જીવોની થતી વિરાધના ઉપર ભાવદયામાં ચડ્યા. અને પરિણામની ધારા વધતાં કેવલી થઈ મોક્ષે ગયા. પુષ્પચૂલાશ્રી પણ આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયાં. જેમ પુષ્પચૂલાશ્રીએ આચાર્યશ્રીની પરમ સેવા કરી. તેવી સેવાભક્તિ કરવી તે સુદૃષ્ટ પરમાર્થ સંતવ નામની બીજી સદ્દતણા જાણવી.
જે આત્માઓએ સમ્યકત્વ ગ્રહણ કરીને ત્યજી દીધું છે. તેવા પતિત જીવોનો, તથા નિહ્નવ, યથાશ્ચંદ, પાર્શ્વસ્થ, કુશીલ, વેષવિડંબક, શિથીલચારિત્રવાળા, અને અજ્ઞાની જીવોનો પરિચય ત્યજવો, તથા તેઓથી દૂર રહેવું તે વ્યાપન્નદર્શન નામની ત્રીજી સદ્દતણા જાણવી. (૧) પતિતજીવ-જે સર્વનયોના સમૂહાત્મક જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું શ્રદ્ધા
સ્વરૂપ સમ્યકત્વ પ્રાપ્ત કરીને એક નયવાળા મતના આગ્રહના કારણે
રત્નતુલ્ય સમ્યકત્વ જેણે ત્યજી દીધું છે તે પતિતજીવ કહેવાય છે. (૨) જે સર્વનયોના સમૂહાત્મક અનેકાન્તવાદ જાણવા છતાં એક તરફની
દૃષ્ટિબદ્ધતાના કારણે બીજી બાજુને છુપાવે, જાણવા અને અનુભવવા
છતાં જે ન સ્વીકારે તે નિહ્નવ કહેવાય છે. (૩) ગુરુ અને શાસ્ત્રની ઉપેક્ષા કરીને મન ફાવે તેમ ધર્મકાર્યમાં જેઓ
વર્તે છે. સ્વચ્છંદપણે જે રહે તે યથાશ્કેદ કહેવાય છે. (૪) જે સાધુપણું સ્વીકારવા છતાં, જ્ઞાન-દર્શન-ચારિત્રનાં સાધનો પાસે
રાખવા છતાં તેનો ઉપયોગ ન કરે. શિથીલાચારી હોય તે પાર્શ્વસ્થ
કહેવાય છે. (૫) ચારિત્ર લેવા છતાં જે દુરાચાર સેવે, સદાચારમાં ન વર્તે તે કુશીલ.
ચારિત્રનો વેષ રાખવા છતાં તેને અનુકૂલ જે ન વર્તે, વિપરીત આચારવાળા હોય, વિપરીત આચરણાથી સાધુતાના વેષની પણ નિંદા-ટીકા થાય તેવા આચારવાળાને વેષવિડંબક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org