Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ્રથમ અધિકાર
ઢાળ ચઉહિ સદ્દતણા તિહાં, જીવાદિક પરમત્યો રે | પ્રવચનમાંહી જે ભાખીયા, લીજે તેહનો અત્થો રે II
છંદ તેહનો અર્થ વિચારીએ, એ પ્રથમ સદ્દતણા ખરી ! બીજી સદ્ધહણા તેહના, જે જાણ મુનિ ગુણ ઝવહરી ! સંવેગ-રંગ-તરંગ ઝીલે, માર્ગ શુદ્ધ કહે બુધા | તેહની સેવા કીજિએ, જિમ પીજિએ સમતા સુધા ટા
ઢાળ સમકિત જેણે ગ્રહી વચ્ચું, નિતવ ને અહાછંદા રે ! પાસત્થા ને કુશીલિયા, વેષવિડંબક મંદા રે મેલા
છંદ મંદા અનાણી દૂર છંડો, ત્રીજી સદ્ધહણા ગ્રહી | પરદર્શનીનો સંગ તજીયે, ચોથી સદહણા કહી ! હિણા તણો જે સંગ ન તજે, તેહનો ગુણ નવિ રહે ન્યું જલધિ જલમાં ભળ્યું, ગંગા નીર લૂણપણું લહે ૧૦
ગાથાર્થ : સદુહણા ચાર પ્રકારની છે. તે ચારમાં જીવ, અજીવ આદિ નવ તત્ત્વોના અને છ દ્રવ્યોના જે જે પરમાર્થો જિનેશ્વર પરમાત્માના પ્રવચનમાં ભાખ્યા છે તેનો યથાર્થ અર્થ પ્રાપ્ત કરીએ તે પ્રથમ સદ્દતણા કહેવાય છે. તેનું “પરમાર્થસંસ્તવ” નામ છે. શા
જીવાદિકનો અર્થ વિચારવો એ પરમાર્થસંસ્તવ નામની પ્રથમ સદ્દતણા કહેવાય છે. તથા જે જ્ઞાની મુનિઓ છે. ગુણો રૂપી રત્નોના ઝવેરી છે. સંવેગ રસના તરંગોમાં સ્નાન કરનારા છે. શુદ્ધ ધર્મમાર્ગ સમજાવવામાં વિદ્વાનું છે. આવા મહાત્મા મુનિઓની એવી પરમ સેવા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org