Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૧૦) સમ્યકત્વવ્રતમાં દઢ રહેવા છતાં પરવ્યક્તિની પરવશતા આદિ
કારણોસર અપવાદ સેવવા પડે તે આગાર કહેવાય છે. તેના છે
ભેદો છે. (૧૧) જે ચિંતન-મનનથી અને વારંવાર વિચારણાથી સમ્યકત્વવ્રત વધારે
મજબૂત થાય, અચલ થાય, વધારે સ્થિર થાય એવી વિચારણાને
ભાવના કહેવાય છે. તેના છ ભેદો છે. (૧૨) જેનાથી પ્રાપ્ત થયેલું સમ્યકત્વવ્રત ટકે, સમ્યત્વને ટકવાની જે
જગ્યા, તેને “સ્થાન” કહેવાય છે. તેના છ ભેદો છે.
આ બાર અધિકાર (વિષયો) છે. તે બાર અધિકારોને સમજાવતી બાર ઢાળો આ સઝાયમાં જુદા જુદા રાગવાળી બનાવવામાં આવી છે. હવે તે બારે ઢાળોમાં ક્રમશઃ એક-એક વિષય સમજાવાય છે. આ ૬૭ ભેદોનો તાત્ત્વિક વિચાર કરવાથી આ જીવ ભવસમુદ્રનો પાર પામે છે. જે આદરવા જેવા-ઉપાદેય ભેદો છે તેને આચરવાથી, અને જે ત્યજવા લાયક ભેદો છે તેને ત્યજવાથી સમ્યક્તની શુદ્ધિ થાય છે તેથી આ ૬૭ ભેદોનો તત્ત્વભૂત અર્થ વિચારવા જેવો છે. જાણવા જેવો છે. ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org