________________
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર/ ગાથા ૬૧૩-૧૪ ટીકા : __ अधिगतशस्त्रपरिज्ञादय एव, आदिशब्दादशवैकालिकादिपरिग्रहः, परिहरणादिगुणयुक्ताः, आदिशब्दात् श्रद्धासंवेगादिपरिग्रहः, प्रियधर्माणः तथा अवद्यभीरवः पापभीरव इति भावः, ये इत्थंभूतास्ते व्रतस्थापनाया योग्या इति गाथार्थः ॥६१३॥ * “ઘાતશરિજ્ઞા”માં “’ શબ્દથી દશવૈકાલિકાદિનો પરિગ્રહ છે, અને “વૈશાંતિ માં મરિ’ પદથી સંયમજીવનના આચારો જણાવનારાં શાસ્ત્રોનો પરિગ્રહ છે. * “હારિ'માં માર’ શબ્દથી શ્રદ્ધા, સંવેગાદિનો પરિગ્રહ છે, અને શ્રદ્ધાસંવેદમાં ‘રિ' પદથી નિર્વેદ, પ્રશમ, વૈરાગ્યનો સંગ્રહ છે. ટીકાઈઃ
ભણેલા છે શસ્ત્રપરિજ્ઞા આદિ જેઓ એવા જ, પરિહરણ આદિ ગુણોથી યુક્ત, પ્રિયધર્મવાળા અને અવદ્યથી ભીરુ=પાપથી ભીરુ; આવા પ્રકારના જેઓ હોય, તેઓ વ્રતોમાં સ્થાપનાને યોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
પૂર્વકાળમાં દીક્ષા આપ્યા પછી શૈક્ષને આચારાંગનું શસ્ત્રપરિજ્ઞા નામનું પ્રથમ અધ્યયન ભણાવવામાં આવતું હતું, અને તેવા શસ્ત્રપરિજ્ઞા, દશવૈકાલિકાદિ સૂત્રો ભણેલ શૈક્ષ જ વ્રતસ્થાપના માટે યોગ્ય છે. વળી શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યા પછી પણ પરિહરણાદિ ગુણથી યુક્ત જ શૈક્ષ વ્રતસ્થાપનાને યોગ્ય છે. પરિહરણા એટલે પાપવ્યાપારનો ત્યાગ; અને જે સાધુને જિનાજ્ઞા પર અનન્ય શ્રદ્ધા છે, મોક્ષે જવાની તીવ્ર અભિલાષારૂપ સંવેગનો પરિણામ છે, તે સાધુ વ્રતોનું સમ્યફ પાલન કરી શકે છે. માટે તેવા સાધુ જ વ્રતસ્થાપનાને યોગ્ય છે. વળી જેમને ધર્મ અતિપ્રિય હોય અને પાપનો અત્યંત ભય હોય તેવા સાધુ વ્રતોનું સમ્યફ પાલન કરીને કર્મોનો નાશ કરી શકે છે. આથી શસ્ત્રપરિજ્ઞાદિ ભણેલ હોય, પરિહરણાદિ ગુણોથી યુક્ત હોય, પ્રિયધર્મવાળા હોય અને અવદ્યભીરુ હોય, તેવા સાધુ વ્રતસ્થાપના માટે યોગ્ય છે. I૬૧૩
અવતરણિકા :
તથા વાડ૬ –
અવતરણિતાર્થ :
અને તે રીતે કહે છે=જે રીતે પૂર્વગાથામાં વ્રતસ્થાપનાને યોગ્ય જીવોનું સ્વરૂપ બતાવ્યું, તે રીતે કહે છે –
ગાથા :
पढिए अ कहिअ अहिगय परिहर उवठावणाइ सो कप्पो । छक्कं तीहिँ विसुद्धं परिहर नवएण भेएणं ॥६१४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org