________________
વતસ્થાપનાવસ્તક / ગાથા ૧૧-૧૨ સંસારક્ષયનો હેતુ છે. . (૧) આવાં વ્રતો જેઓને આપવાં જોઈએ,
(૨) આવાં વ્રતો જે પ્રકારે આપવાં જોઈએ, (૩) આવાં વ્રતો જે પ્રકારે પાળવાં જોઈએ.
આ ત્રણેય પદાર્થો સંક્ષેપથી આ ત્રીજી વસ્તુમાં બતાવાશે. ૬૧૧ અવતરણિકા:
व्यासार्थं त्वाह - અવતરણિયાર્થ:
પૂર્વગાથામાં ત્રીજી વસ્તુની સૂચાગાથા બતાવી. હવે તે સૂચાગાથાના અર્થને વળી વિસ્તારથી કહે છે, તેમાં પ્રથમ આ વ્રતો સંસારક્ષયનાં હેતુ કેમ છે, તે બતાવે છે –
ગાથા :
अविरतिमूलं कम्मं तत्तो अ भवो त्ति कम्मखवणत्थं ।
ता विरई कायव्वा सा य वया एव खयहेऊ ॥६१२॥ અન્વયાર્થ:
વિરતિમૂર્ન મૅ=અવિરતિના મૂળવાળું કર્મ છે=અવિરતિથી કર્મબંધ થાય છે, તો અને તેનાથીકર્મથી, માવો ભવ=સંસાર, થાય છે, તે તે કારણથી મેઘવાળં કર્મના પણ અર્થે વિરઃ વિરતિ વાયબ્રા કરવી જોઈએ, સા ા=અને તે=વિરતિ, પર્વ આ પ્રકારે હવે ક્ષયનાં હેતુ એવાં વા= વ્રતો છે.
‘ત્તિ' કથનની સમાપ્તિ અર્થે છે.
ગાથાર્થ :
અવિરતિથી કર્મબંધ થાય છે અને કર્મથી સંસાર થાય છે; તે કારણથી કર્મ ખપાવવા માટે વિરતિ કરવી જોઈએ, અને વિરતિ આ પ્રકારે સંસારના ક્ષચનાં હેતુભૂત વ્રતો છે. ટીકા : ___ इहाऽविरतिमूलं कर्म, ततश्च कर्मणो भवः संसार इति, यस्मादेवं कर्मक्षपणार्थं तत्=तस्माद्विरतिः कर्तव्या, सा च-विरतिः व्रतानि एवं क्षयहेतूनीति गाथार्थः ॥६१२॥ ટીકાર્ય :
અહીં=સંસારમાં, અવિરતિના મૂલવાળું કર્મ છે અર્થાત્ અવિરતિથી કર્મબંધ થાય છે, અને તેનાથીઃકર્મથી, ભવ-સંસાર, થાય છે. “તિ' કથનની સમાપ્તિ માટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org