________________
30 GAGAGAW000 so's yahat સ્તર પર આ પર્વની આરાધના આપણે કરીએ છીએ તેવા પ્રકારની આરાધના અન્યત્ર આપણે જોવા નથી મળતી.
વિવેકી આત્માઓ આ મહાતીર્થની જરા પણ આશાતના કરતા નથી. ઉનાળાની ઉગ્ર ગરમીમાં પણ બપોરે ભાગ્યશાળીઓ ઉઘાડા પગે યાત્રા કરે છે.
માર્ગમાં પરમ પાવન ગિરિરાજ ઉપર કે પદાથ વાપરતા-ખાતા નથી. સંસાર સંબંધી વાતચિત પણ કરતા નથી.
શકિત મુજબ તપ કરીને યાત્રા કરે છે.
દેવાધિદેવની ભકિતમાં શ્રેષ્ઠ તેમજ શુદ્ધ દ્રો વાપરે છે. કેઈ યાત્રાળુ બીજા યાત્રાળુઓને દભવતો-સતાવતું નથી.
તેમાંય કારતક સુદ પૂનમે તો અનેક ભાગ્યશાળીઓ છઠ (બે સળંગ ઉપવાસ) કરીને શ્રી સિદ્ધગિરિની યાત્રા કરે છે. જેઓ છઠ નથી કરી શકતા. તેઓ એકાસણું કરે છે. અથવા તે નાનું મોટું પચ્ચકખાણ લઈને જ તીર્થયાત્રાનો મહાન લાભ લે છે. - શાસ્ત્રો કહે છે કે “તીર્થ ક્ષેત્રે કૃતં પાપમ્ વજ સપે ભવિષ્યતિ તીથની છાયામાં મન, વચન અને કાયાથી કઈ પ્રકારનું પાપ કરવું જોઈએ નહીં. આ કથન માર્મિક છે. વિચારીને અંતરમાં સંઘરવાથી મોટું આત્મહિત થાય છે. તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org