________________
22 OGOOOOOOOO000 24001 alloral
બરાબર તે ક્ષણે સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાનકે આવ્યાના સુગ સાથે મરૂદેવા માતાએ લોકાલોક પ્રકાશક શ્રી તીર્થંકર પરમાત્માને જન્મ આપ્યો.
ત્રિલોકમાં આનંદ વ્યાપે. ઠેઠ સાતમી નારકી સુધીના છાએ સુખની ક્ષણને અદભુત આનંદ અનુભવ્યું.
ઉત્સવ વડે શરીર, ઇન્દ્રિયો અને મનને ઉલ્લાસ વધે છે. જ્યારે મહત્સવ દ્વારા ભાવ પ્રાણેની શુદ્ધિ સાથે, ધર્મની આરાધના થાય છે.
દિક-કુમારીઓનું આગમન
દેવાધિદેવના જ-મના સંકેત સૂચક આસનો ડેલાયમાન થવાથી છપ્પન દિક-કુમારીકાઓ તરત પ્રભુના જન્મ સ્થાને આવી. તેમણે હજાર સ્તંભવાળું મેટું એક સૂતિકાગ્રહ સ્વશક્તિથી બનાવ્યું. તેમાં કેળનાં ત્રણ ગૃહ બનાવ્યાં. તે પછી જિન માતા તથા જિનને નમીને, આજ્ઞા અવધારીને, માતાપુત્ર બંનેને ઊંચા સિંહાસન ઉપર બેસાડીને નિર્મળ જળથી સ્નાન કરાવ્યું.
તે પછી કેળના બીજા ગ્રહમાં લઈ જઈને પ્રભુને વિલેપન વગેરે કરીને વસ્ત્રાલંકાર પહેરાવ્યા.
સુગંધી પદાર્થ શરીર ઉપર ચોપડવું તેનું નામ વિલેપન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org