________________
મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૫૫
નિયત સમયે સુદર્શના નામની સુંદર, વિશાળ પાલખીમાં પ્રભુ શ્રી ગષભદેવ બિરાજમાન થયા, વાતાવરણમાં અજબ ઉમંગ છવાઇ ગયે, સહની આંખે પ્રભુના દર્શનમાં સ્થિર છે. બધાને લાગે છે કે, “દર્શન કરવા જેવું વદન આજ છે.
ઈન્દ્રની આજ્ઞા થતાં જ મનુષ્ય અને દેવાએ પુણ્યના પ્રશસ્ત ભાર સરખી તે પાલખી ઘણું ઉત્સાહથી ઉપાડી.
દેવગણ મંગલ વાગે વડે જયનાદ ગજવવા લાગ્યા. પ્રભુના ગૃહસ્થાવાસનું બંધન તુટ્યાને હર્ષ સમસ્ત પ્રકૃતિએ ઝીલ્યો. પંખીઓ શુભ શુકનના શબ્દ વહાવવા લાગ્યા. પશુઓનાં નેત્રોમાં હર્ષના ચમકારા ચેખ વંચાવા લાગ્યા. માનવે તે આ અપૂર્વ મહેસવ પાછળ ખુશખુશાલ બની ગયા.
ભરત અને બાહુબલિ, પ્રભુની બંને બાજુએ ચાલી રહ્યા છે. તેમની આંખમાં હર્ષ સાથે વિષાદ છે. પ્રભુના અન્ય ૯૮ પુત્રો પાછળ ચાલે છે.
તેમની પાછળ મરૂદેવા માતા છે. તેમની હાલત નાજુક પ્રભુથી જુદા પડવાના ખ્યાલથી તેમનું કાળજું કપાઈ રહ્યું છે. તેમની આંખમાં આંસના શ્રાવણ-ભાદર ઉભરાઇ રહ્યા છે. તેમની સાથે ચાલી રહેલાં સુનંદા, સુમંગલા તથા બ્રાહ્મી અને સુંદરી તેમને સમજાવે છે. જો કે તેમની હાલત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org