________________
મહિમા ૮૧ - ત્રીજો કહે, જાતિવંત અશ્વ પર આરૂઢ થાઓ !
આમ, એક પછી એક ભાવિકે આવતા જાય છે અને કંઈ ને કંઈ લેવાને આગ્રહ પ્રભુને કરતા જાય છે. પણ પ્રભુ તે તેમાંથી કાંઈ જ લેતા નથી.
તે કાળના સરળ અને ભેળા માણસે એ પણ સમજતા નથી કે જે વરતુઓ તેઓ પ્રભુને આપી રહ્યા છે તે બધી વસ્તુઓને તો પ્રભુએ દીક્ષા કાળે સ્વેચ્છાએ ત્યાગ કરેલ છે.
પ્રભુની પ્રભુતાને મણિ-માણેક તેમજ અશ્વગજાદિ સાથે કઈ જ સંબંધ હોતો નથી. પ્રબળ પુણ્યશાળી શ્રેયાંસકુમાર
રાતના સ્વપ્નનો અર્થ વિચારતા શ્રેયાંસકુમાર પોતાના રાજમહેલમાં બેઠા છે તેવામાં રાજમાર્ગો પરથી આવતા હર્ષનાદેએ તેમના વિચારમાં ભંગ પાડ. મેટો આ હર્ષનાદ કયા કારણસર થઈ રહ્યો છે, તેની તાબડતોબ તપાસ કરી લાવવાની આજ્ઞા શ્રેયાંસકુમારે પિતાના સેવકને કરી.
બધી તપાસ કરી, સાચી માહિતી મેળવીને સેવક પાછો ફર્યો અને વિનિતભાવે જણાવ્યું કે, “એક કાળના આપના પિતામહ અને આજે ચાર જ્ઞાનના સ્વામી શ્રી ઋષભદેવ પ્રભુએ આપણું નગરમાં પગલાં કર્યા છે તેના વર્ષમાં માણસે આ કેરલાહલ કરી રહ્યા છે.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org