________________
૯૦ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજનો આરાધના કરનારા અને વંદન હો આ તિથીના આરાધકની અનુમોદના કરનારાઓને !
પારણુ વખતે થએલ વૃષ્ટિથી અને પ્રભુના પારણાથી વિસ્મય પામેલા રાજા તથા નગરલેકે પણ શ્રેયાંસકુમારની પાછળ તેમના આવાસે આવ્યા. પ્રભુના પારણની વાત સાંભળી કછ મહાકદિક તાપસે પણ ત્યાં આવ્યા.
તે સઘળા શ્રેયાંસકુમારને કહેવા લાગ્યા કે “હે કુમાર ! તમે ધન્ય છે, મનુષ્યમાં શિરોમણિ છે. કારણ કે અમે પ્રભુને સર્વસ્વ આપતા હતા પણ પ્રભુ તે લેતા નહોતા અને તમે આપેલો શેરડીને રસ પણ પ્રભુએ સ્વીકાર્યો. વસ્તુ ગ્રહણની વાત તે દુર રહી, પરંતુ અમારી સાથે પ્રભુ બેલ્યા પણ નથી. પહેલાં તે પ્રભુએ અનેક લાખ પૂર્વી સુધી પુત્રની જેમ આપણું પાલન કર્યું અને અત્યારે તે જાણે આપણને ઓળખતા પણ ન હોય તેમ વર્તે છે. તેનું શું કારણ?” શ્રેયાંસકુમાર પ્રભુનું સ્વરૂપ લોકોને સમજાવે છે.
કે ચાંસકુમારે કહ્યું કે “તમે એમ બોલે નહિ. પહેલાં તે પ્રભુ પરિગ્રહીસંસારી હતા, પરંતુ હાલ તે પ્રભુ અપરિગ્રહી–ત્યાગી છે, તેથી કાંઈ પણ સાથે રાખતા નથી. હાલમાં પ્રભુ સંસાર સમુદ્રમાંથી બહાર નીકળી જવાની ઈચ્છાવાળા છે, તેથી સઘળાં પાપ કાને ત્યાગ કર્યો છે, જેને ભેગની ઈચ્છા હોય તે સ્નાન, અંગરાગ, અલંકાર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org