________________
ex AAAAAAAAAAAAA 34741 alloral તપથી કૃશ થયેલા ભગવંતને ઈશુરસથી મેં પારણું કરાવ્યું. મારા પિતાજીએ સ્વપ્નમાં જે “રાજાને શત્રુ સાથે લડતા જોયા” તે પ્રભુ પિતે. તેમને મેં સહાય કરી એવું પિતાજીએ જોયું હતું.’ તે પારણું કરાવીને પ્રભુને પરીષહાદિ શત્રુઓને જીતવામાં સહાય કરી એમ જાણવું. સુબુદ્ધિ શેઠે સ્વપ્નમાં “સૂર્યમંડળમાંથી ખરી ગએલા હજાર કિરણને મેં પાછા સૂર્યમાં સ્થાપન કર્યા એવું જોયું હતું. તેને ભાવાર્થ એ કે સ્વામિનું હજાર કિરણ યુકત કેવલજ્ઞાન આ આહારના અંતરાયથી દુર રહેલું તે મેં પારણું કરાવી તેમની સાથે જોડી દીધું. શ્રેયાંસકુમારે કહેલી હકીકત સાંભળી સી ખૂબ જ આનંદિત થતાં સ્વસ્થાને ગયા. ત્યારપછી કેટલાક વર્ષો પછી પ્રભુને કેવળજ્ઞાન થયા બાદ શ્રેયાંસકુમાર પણ પ્રભુ પાસે ચારિત્ર લઈને તેજ ભવમાં મોક્ષે ગયા. પ્રભુને એક વર્ષ સુધી આહાર કેમ મ નહિ?
પૂર્વે જે કર્મ બાંધ્યું હોય તે કર્મ ભેગવ્યા સિવાય છુટકે કઈને થતું નથી. કેટલાક ભો પહેલાં ભગવાનના જીવે માર્ગમાં થઈને જતા ખેતરમાં ધાન્યનું ખળું જોયું. ધાન્યના ખળામાં ફરતા બળદો ધાન્ય ખાઈ જતા હતા, બળદને ધાન્ય ખાતા રોકવાને ખેડુતે તેમને મારતા હતા. આ જોઈને દયાભાવે તેમણે પ્રભુના જીવે) કહ્યું કે, “અરે મુખ! તમને બળદોના મુખે શીકું બાંધતાં આવડતું નથી ? બળદેને મોઢે શીકું બાંધે એટલે તેઓ ધાન્ય ખાઈ શકશે નહિ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org