________________
16 000000000000 2491aloval
સુપાત્રદાનના પ્રબળ પ્રભાવને પ્રગટ અંજલિરૂપે દેવતાઓએ “અહેદાન ! અહેદાન !' ના નાદ વડે વાતાવરણને આંદલિત કરી દીધું.
પ્રભુને પારણું કરાવનાર શ્રેયાંસકુમારને યશ દિદિગંતમાં ફેલાઈ ગયે. તેમના મહાભાગ્યની ભૂરિ-ભૂરિ અનુમોદના સહુ કરવા લાગ્યા.
પવિત્ર અને પ્રાણવંતી જે ભૂમિ ઉપર પ્રભુજીએ પારણું કર્યું હતું, તે ભૂમિ પ્રભુજીના ચરણ કમળના સ્પર્શ વડે આધક પવિત્ર તેમજ પ્રાણવંતી બની ગએલી હોઈને કઈ દુષિત ન કરે તેમ જ પ્રભુજીના પારણની સ્મૃતિ ચિરંજીવ રહે તે આશયથી શ્રી શ્રેયાંસકુમારે ત્યાં તરત જ રત્નમય પીઠએટલે ચણ.
આ પ્રમાણે આ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતે, આ ભરતક્ષેત્રમાં, સુપાત્ર દાનનો મંગલ પ્રારંભ, પ્રભુના પ્રપૌત્ર શ્રેયાંસકુમારના હાથે થયો.
જે ધન્યાતિધન્ય દિવસે શ્રી ષભદેવ સ્વામીએ શેરડીને તાજો નિર્દોષ રસ વહોરીને શ્રેયાંસ કુમારને બડભાગી બનાવ્યું, તે હતે વૈશાખ સુદ ત્રીજને દિવસ. તે દિવસ પણ પ્રભુજીના દીર્ઘ કાળના તપના પારણું સાથે સંકળાઈને “અક્ષય બિરુદને પાત્ર બની ગયો અને ત્યારથી તે દિવસ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org