________________
HICH OHOHOOOOOOOOC@ $3
ટાટને નહિ ગણકારનારા પ્રભુજી યાં? અને ટાઢથી થરથર કાંપતા શરીરવાળા આપણે કયાં? આ ટાઢનું દુઃખ આપણુથી સહન કરાય તેમ નથી.
નિદ્રાને જિતનારા પ્રભુજી કયાં? અને નિદ્રાળ આપણે કયાં? હંમેશા એક સ્થળે નહિ રહેનાર પ્રભુજી કયાં? અને એક આસન ઉપર બેસી રહેવાની ઈરછાવાળા આપણે કયાં ?'
આપણું રાજ્ય આપણે ભરત મહારાજાને સેંપી દીધા છે તે પાછા માંગવા, તે ઉચિત નથી અને તેના સિવાય અમારી જીવાઈ શી રીતે નભાવવી તે ગંભીર પ્રશ્ન છે. માટે હવે આપજ અમને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે. એટલે સર્વેએ સાથે મળીને વિચાર કર્યો કે, સાંપી દીધેલાં રાજ્ય પાછા લેવા. ભરત મહારાજા પાસે જવું તે ઉચિત નથી. પણ તે સિવાય બીજા કોઈ માર્ગે આપણે જીવન ટકાવવાનો નિર્ણય કરવો જોઈએ.’
ગંભીર ગડમથલને અંતે તે સર્વ તપસ્વીઓએ ગંગા નદીના કાંઠે આવેલા વનમાં જઈને વસવાનો નિર્ણય કર્યો. સર્વે તરત ત્યાં ગયા. અને વનફળ તેમજ ગંગાજળના આન-પાન વડે દિવસે ગુજારવા લાગ્યા.
દાઢી-મૂછના વાળ વનવાસમાં વધુ સહાયક જણવાથી તેમણે તે વધારવાનો નિર્ણય કર્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org