________________
<< JNDHDHIYYY અખાત્રીજને એવી શ્રદ્ધા સાથે નમિ અને વિનમિ, રાત-દિવસ તેમની સેવામાં રહેવા લાગ્યા.
કેટલાક દિવસ પછી નાગકુમાર દેવાના અધિપતિ ઘરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. ત્યાં તેમણે નિમ–ત્રિમિને જોયા. તેમની પ્રભુ ભક્તિ અને માગણીથી તેમને આશ્ચય થયું.
એટલે ધરણેન્દ્રે તેમને પૂછ્યું, “તમે કોણ છે ? અને પ્રભુ પાસે શાની માગણી કરી છે.”
ધરણેન્દ્રના પ્રશ્ન સાંભળીને અને કુમારીને થયુ કે, આ પણ પ્રભુના ભકત જણાય છે. તે સિવાય તેના હૈયામાં પ્રભુ પ્રત્યે આવી ભકિત ન હાય. તેણે જે ભાવથી નમસ્કાર કર્યો તે જોયા પછી તેવી પ્રભુ ભકિતમાં સંદેહ રાખવાનું કોઈ કારણ નથી. તે પ્રભુભકત છે તે આપણે બંને પણ પ્રભુના સેવકો છીએ, એટલે તેને આપણી વાત કહેવાથી જરૂર કઈને કઈ લાભ જ થશે.
આ રીતે વિચાર કરીને તે બંનેએ ધરણેન્દ્રને કહ્યું, “અમે પ્રભુના સેવકો છીએ. પ્રભુની દીક્ષા અગાઉ અમે દૂર દેશાવરમાં ગયા હતા એટલે રાજ્ય ભાગ વગર રહી ગયા. તે રાજ્ય ભાગ અમે પ્રભુ પાસે માગી રહ્યા છીએ પ્રભુએ સસ્ત્રના ત્યાગ કરીને દીક્ષા લીધી છે, તેમ છતાં અમને વિશ્વાસ છે કે સ્વામીની સેવા અચુક ફળશે,”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org