________________
પેાતાના તાપસ પિતા
૬૬ ) અખાત્રીજના પાસેથી પ્રભુના સમાચાર મેળવીને નમિ વિનમિ પ્રભુ પાસે ગયા. ધ્યાનસ્થ પ્રભુને પ્રણામ કરીને તે બંનેએ પ્રભુને અરજ કરી, હું પ્રભેા ! આપે દીક્ષા લીધી ત્યારે અમે ગેરહાજર હતા. આપની સાથે અમારા પિતા કચ્છ અને મહાચ્છે પણ પાતપાતાના રાજ્ય ભરત મહારાજાને સોંપી દઇને ઉતાવળે દીક્ષા લઇ લીધી. અમે જ્યારે દેશાવરથી પાછા ફર્યાં ત્યારે આ બધુ જાણ્યુ, તે રાજ્ય વગરના અમે જઇએ કયાં ? અમારા નિર્વાહ માટે અમારે કરવુ શુ? આપ તે દયાના સાગર છે, તો કૃપા કરીને અમને પણ રાજ ભાગ આપે.
પણ પ્રભુ તે આત્મ-ધ્યાનમાં લીન હતા. નમિ-વિનમિની વિનતાને કશા જવાબ તેમણે ન આપ્યા.
એટલે તે મનેએ વિચાર કર્યો કે, પ્રભુ અત્યારે ભલે જવાબ ન આપે, ભવિષ્યમાં આપશે, માટે આપણે તેની સેવામાં તેડાઈ જઈએ,
આવા વિચાર કરીને નમિ, વિનમિ પ્રભુની સેવામાં રોકાઈ ગયા
પ્રભુ જાતે તે કાઇની સેવા લે નહિ. એટલે તે બે ભાઇએ પ્રભુ વિહાર કરે એટલે તેમના ચાકીઆતા બનીને તેમના પડખે ચાલવા
લાગ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org