________________
મહિમા AI(85) SANSKGUJ-SAGUJJU ૬૯
નમિ-વિનમિના વિશ્વાસપુણું વચનથી ધરણેન્દ્ર પ્રભાવિત થયા. તેમને રસ્તે બતાવતાં તે બેલ્યા.
તમે બંને હમણુંજ મહારાજા ભરત પાસે જાઓ તેઓ તમારી માંગણીને જરૂર સ્વીકાર કરશે. કારણ કે તેઓ પણ પ્રભુના જ પાટવી પુત્ર છે.”
ધરણેન્ટે સૂચવેલા માર્ગ પર વિચાર કરીને નમિ-વિનમિ બેલ્યા, “અમારા સ્વામી તો એક શ્રી ગષભદેવ પ્રભુ જ છે. તેમને છોડીને બીજે જવું એટલે કલ્પવૃક્ષને છેડીને કેરડાને આશ્રય લેવા જેવું ગાંડું કામ ગણાય. એવું કામ કરવા અમે તૈયાર નથી.
બંને કુમારની દઢ પ્રભુ ભકિતથી ધરણેન્દ્ર પસન્ન થયા. અને બોલ્યા, “હું નાગકુમાર દેવનો અધિપતિ-ઇન્દ્ર છું. તમારી જેમ હું પણ પ્રભુને સેવક છું. તમારી પ્રભુભકિતથી હું ખુશ થયો છું. પ્રભુ સિવાય બીજા કોઈની ભકિત નહિ કરવાની તમારી દઢતા અનુમોદનીય છે. તમારી પ્રભુભક્તિના ફળરૂપે હું તમને વિદ્યાધરનું અધિપતિપદ આપું છે, પરંતુ તે તમને સ્વામીની સેવાથી જ મળ્યું છે એમ માનજો."
પછી ભગવંતને નમીને ધરણેન્દ્ર પુષ્પક નામનું વિમાન બનાવ્યું અને ધરણેન્દ્ર સાથે તેઓ વિમાનમાં બેઠા. સ્વામીની સેવાના ફળ રૂપે મળેલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org