________________
મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૭૧
આ વિધારે આકાશ ગામિની વિધાના ધારક હોઈને -ચર પ્રણ કહેવાય છે.
જે કઈ વિદ્યાધર વિધાના મદથી છકીને અનર્થ ન કરી બેસે તે આશયથી ધરણે તેમને કેટલીક મર્યાદાઓના પાલનની ખાસ આજ્ઞા કરેલી જે નીચે પ્રમાણે છે.
(૧) જે કઈ વિદ્યાધર. વિદ્યા વડે છકી જઈને શ્રી જિનેશ્વર ભગવંતની, શ્રી જિનચૈત્યની. ચરમ શરીરીની કે કાર્યોત્સર્ગમાં રહેલા કેઈ મુનિરાજની આશાતન, પરાભવ કે ઉલ્લંઘન કરશે, તેની વિઘાઓને લેપ થઈ જશે.
(૨) જે વિદ્યાધર, કેઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરશે યા તેની ઇચ્છા વિરૂધ્ધ તેનું અપહરણ કરશે યા તેને તેના પતિને મારી નાખશે તેની વિદ્યા પણ તરત લુપ્ત થઈ જશે.
ધરણેન્દ્રની આ આજ્ઞાઓને નમિ વિનમિએ શિલાલેખરૂપે રત્નની ભીતમાં જડાવી દીલી. અને તેના યથાર્થ પાલનની પૂરી જાહેરાત કરાવી.
નમિ-વિનમિતે વિદ્યાધરેના અધિપતિ પદે સ્થાપ્યા પછી ધરણેન્દ્ર પિતાને સ્થાને ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org