________________
૯૨ PDS). અખાત્રીજના પ્રકરણ પાંચમુ
અનુપમ અક્ષય તૃતિયા
હવે આપણે મનનીય આ પુસ્તિકાનુ' જે નામ છે. તે અક્ષય તૃતિયાના મહિમાના મુખ્ય પ્રવાહમાં પ્રવેશ કરીએ છીએ.
છેલ્લા ચાર પ્રકરણમાં આપેલી વિગતાને પ્રથમ તીથ કર પરમાત્મા શ્રી ઋષભદેવ સ્વામીના જન્મ અને જીવન સાથે ગાઢ સંબંધ હોઈને તેનુ તથા પ્રકારનુ' આલેખન કરવામાં આવ્યું છે, કે જેથી કરીને આપણે સહુ તે કાળના જવાના સ્વભાવ, વગેરેના અભ્યાસ કરીને, આ કાળમાં જીવનને ધર્માભિમુખ બનાવવાની પ્રબળ પ્રેરણા ઝીલી શકીએ.
આપણે એ વાંચી ગયા કે દીક્ષા સમયે પ્રભુને છઠ્ઠના તપ હતા.
તપ પૂરા થતાં પ્રભુ ગેાચરીએ નીકળ્યા. દેવ-દેવેન્દ્રો અનિશ જેમની સેવા માટે ઉત્સુક રહેતા હોય છે તે ત્રિલેાકપતિ સ્વયં ગેાચરી માટે ફરવા દ્વારા જે નિયમ પ્રવર્તાવે છે તે તેશ્રીની અસીમ ઉપકારકતાના અનુપમ નમુના છે.
મુનિને ભિક્ષામાં શું અપાય, તેનુ સુદ્ધ જ્ઞાન તે કાળના માણસાને હતુ નહિ, એટલે તેઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org