________________
iul død80H3000002200336 - ઈન્દ્રની આજ્ઞા માથે ચઢાવીને કુબેરે ઊંચી હવેલીઓ, મેટા બજાર તથા વિશાળ ચેક ચીટાવાળી વિનિતા નગરીની રચના કરી. ત્યાં પ્રભુ ગષભદેવે મંત્રી વગેરે પ્રધાનમંડળની રચના કરી રાજ્ય વહીવટ ચલાવવા માંડશે. અને આ રીતે વિનિતા નગરીની સ્થાપના કરવામાં આવી.
સ્થાપત્યના નમુના સમી નગરીની રચના સાથે સૌધર્મેન્દ્ર સ્વસ્થાને પાછા ફર્યા.
હવે શ્રી કષભદેવ યુગલના રાજા બન્યા મનવાંછિત પૂરનારા કલ્પવૃક્ષના અભાવમાં માનસિક તાણ અનુભવતા યુગલિકેને નિયંત્રણ રાખવાના નિયમે, પ્રભુએ દાખલ કર્યા.
તે કાળમાં અગ્નિ હતું નહિ એટલે કે કાચા ફળ, ચે ખા, ઘરે વગેરે ખાઇને પેટની આગ ઠારતા પણ કાચાં અનાજથી તેમના પેટમાં ચૂંક, આફરે અજીર્ણ થવા માંડયાં. આ ફરીયાદ તેમણે પ્રભુને કરી. પ્રભુએ તેમને કેતરાં કાઢીને અનાજ વાપરવાનું કહ્યું. તે તે અનાજ પણ તેમને અપચે કરવા માંડ્યું. આથી અનાજ પલાળીને ખાવાનું કહ્યું, વળી ફરીયાદ કરી. પ્રભુએ તેમને અનાજ મૂઠી કે કાખમાં ગરમ કરીને ખાવાનું કહ્યું. છતાં તે પણ તેમને બરાબર પચવા ન લાગ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org