________________
૨૦ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજને
આછી ઊંઘમાં જેએલા એ નિર્મળ સ્વપનાઓ મરૂદેવા માતાને અનેખા આનંદને અભિષેક કર્યો આનંદવિભાર માતા મરૂદેવાએ નિદ્રાને ત્યાગ કરીને, સ્વપ્નાની સઘળી હકીકત પોતાના પતિ નાભિ કુલકરને કહી.
સ્વપ્નાની વિગત જાણું નાશ કુલકરે સરળ સ્વભાવથી કહ્યું, “તમે ઉત્તમ કુલકર પુત્રની માતા થશે.
તે કાળમાં સ્વપ્ન પાઠકે નહેાતા. એટલે નાભિ કુલકરે જ સ્વપ્ન પાઠકને ધર્મ બજાવ્યું.
પ્રભુના ચ્યવનકાળ ઈન્દ્રોનાં આસનો ચલાયમાન થયાં. એટલે અવધિજ્ઞાનથી ભગવંતનું ચ્યવન જાણીને બધા ઈદ્રો ભેગા થઈને મરૂદેવા માતા પાસે આવ્યા અને તેમને પ્રણામ કરીને, સ્વપનાંને અર્થ જણાવતાં કહ્યું કે, “હે સ્વામિની ! આપે ચૌદ મોટાં સ્વપ્ન જોયાં છે. તેથી આપની કુખે ચોદ રાજ લેકમાં પૂજનીય એવા પ્રથમ તીર્થંકરદેવ તમારે ત્યાં પુત્રપણે જનમશે.
સ્વપ્નને ભાવાર્થ વર્ણવી, માતાને પ્રણામ કેરી, કેન્દ્રો પોતાના સ્થાને ગયા. મરૂદેવા માતા પણ સ્વનિનો ભાવાર્થ જાણીને ઘણા હર્ષિત થયાં.
+ વન એટલે માતાના ઉદરમાં જીવનું આવવું તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org