________________
૩૬ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજને
લગ્ન જીવનના પરિણામ સ્વરૂપે સુમંગલાની ખે ભરત અને બ્રાહ્મી યુગલરૂપે જન્મ થયે.
આ ભરત, તે આ કાળના પહેલા ચકવતી થયા. તેઓ ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ ચૌદ સ્વપ્ન જોયા હતા.
સુમંગલાની જેમ સુનંદાએ પણ બાહુબલિ અને સુંદરીને યુગલરૂપે જન્મ આપ્યો. ત્યાર ૫ છો સુમંગલાએ ૪૯ પુત્ર યુગલને જન્મ આખ્યો. આ પ્રમાણે પ્રભુ શ્રી ઋષભદેવને કુલ સે પુત્રી અને બે પુત્રીઓને પરિવાર થયો.
પડતા કાળના વિપરીત પ્રભાવથી સુગલિક કાળના છેલ્લા એંધાણ સમા કલ્પવૃક્ષોનો મહિમા હવે ઓસરવા લાગ્યો હતો. યુગલિકેના મનમાં મારા-તારાના રાગ-દ્વેષનો ઉછાળો વધવા માંડ હતો, તેમના કષા પણ જોરમાં આવ્યા હતા. તેમનામાં દરરોજ કંઈ ને કંઈ ધમાલ જાગતી હતી. તેની ફરીઆદ લઈને તેઓ પ્રભુ પાસે આવવા લાગ્યા. પ્રભુએ તેમને કહ્યું, “લેકમાં મર્યાદા ઓળંગનારને શિક્ષા કરનાર રાજા હોય છે, માટે તમે નાભિ કુલકર પાસે જઈને રાજાની માગણી કરો."
ચુગલીઓએ નામ કુલકર પાસે જઈને રાજાની માગણી કરી. ત્યારે તેમણે કહ્યું, “ગષભ તમારે રાજા થાઓ.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org