________________
૨૬ ઈઈઈઈઈઈઈઈઈઈ પિષ દશમીને પાકુમાર એવું રૂડું નામ પાડયું અને તેમનું લાલન પાલન કરવા પાંચ ધાવ માતા રાખવામાં આવી,
પાંચ ધાવ માતાએથી લાલનપાલન કરાતા પાકુમાર બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. અનુકમે પ્રભુ બાળપણ ઓળંગીને યુવાવસ્થામાં આવ્યા.
તે વખતે પ્રસિદ્ધ કુશસ્થળ નામનું મનહર નગર હતું. જ્યાં નરવર્મા નામના રાજાએ દીક્ષા લેવાથી તેમને પુત્ર પ્રસેનજિત નામે રાજા રાજ્ય કરતો હતે. આ રાજાને પ્રભાવતી નામે સુશીલ અને સુંદર રાજપુત્રી હતી. સ્ત્રીઓની ચેસઠ કળામાં હોંશિયાર રૂપગુણમાં અસરા જેવી મનહર હતી. ઉંમર લાયક થયેલ હોવાથી તેને માટે ચગ્ય રાજ્યકુંવરની તપાસ કરતા હતા છતાં કેઇ ગ્ય વર મળતો ન હતો તેથી પ્રભાવતી કુંવારી હતી. એક વખત પ્રભાવતી સખીઓ સાથે ઉધાનમાં કીડા કરવા ગઇ હતી. ત્યાં કીનરીઓના મુખેથી પાર્શ્વકુંવરના રૂપ ગુણના વખાણ સાંભળીને પાર્થ કુમાર ઉપર અત્યંત પ્રેમવાળી થઈ. રાજાએ આ હકીકત સખીઓ દ્વારા સાંભળી. રાજાએ પણ પાશ્વકુમાર પોતાની પુત્રી માટે સર્વ રીતે ગ્ય છે, તેમ વિચારી પિતાની પુત્રીના પાશ્વકુમાર સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org