________________
& H#000000000ah alal yarmar
ચિત્રી પુનમના પવિત્ર દિવસે શ્રી સિદ્ધાચલ મહાતીર્થની યાત્રા કરવા ઉપર શાસ્ત્રકાર મહર્ષિઓએ જે ભાર મૂકે છે તેનું સ્વરૂપ અને રહસ્ય જાણવા જેવું છે.
સિદધ આત્માઓને શુદ્ધ સ્વરૂપના તેજોમય આંદોલનેથી વાસિત થયેલા આ ક્ષેત્રમાં જે આત્મા શુદ્ધ નિષ્ઠાપૂર્વક આત્માની આરાધના કરી શકે છે, તે કરો વર્ષોનાં સંચિત૮ પાપકર્મોને અપકાળમાં ક્ષય કરી શકે છે. . ' નામ છે જેનું સિદધક્ષેત્ર તેના ગુણ પણ તેવાજ છે. આ ક્ષેત્રના સ્પર્શ પ્રાણેમાં પવિત્રતાના કુવારા ઉડે છે. હૃદયમાં શુદ્ધિને ભેટવાને ઉલ્લાસ જાગે છે. પુરા થનગનાટ સાથે આરાધક આત્મા અહીં આવીને આત્મબળ ખીલવી શકે છે.
આ મહાતીર્થનાં મુખ્ય ૧૦૮ નામ છે.
તેમાં શ્રી સિદધાચલ, શ્રી સિદ્ધક્ષેત્ર, શ્રી શત્રુંજય, શ્રી વિમળગિરિ, શ્રી પુંડરીકગિરિ વગેરે નામે અધિક પ્રસિદધ છે. - આ તીર્થ સ્થાનમાં પધારીને અનેક પૂજ્ય શ્રી તીર્થકરદે. વિદ્યાધરે, ચકવતીઓ, મહાત્માઓ વગેરે પ્રાત:
સ્મરણીય ધન્યાત્માઓ મોક્ષે પધાર્યા છે. તેમાં નમિ, વિનમિ નામના શ્રી ગષભદેવ સ્વામીનાં પુત્રો પણ અહીંથી જ મેલે સિધાવ્યા છે.
ચિત્રી પુનમના મહિમા સાથે આ બધાને સંબંધ હાઈને તેના ઉપર પણ વિચાર કરવો જોઈએ.
* સંચિત = ભેગા થયેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org