________________
98 00000daadaa l yormal . પ્રાણપ્યારા પુત્ર રૂષભને સંભારી-સંભારીને માતા શરૂદવાની આંખે કાચી પડી ગઈ હતી અને તેના ઉપર પહબ બાઝી ગયા હતા. એટલે ભરત તેમને જે દ્રયો બતાવતો હતો તે તેમને ખાસ દેખાતાં નહોતાં,
વરઘોડો સમવસરણની પાસે આવી પહોંચતાં દેવ દુંદુભિને મંગળ નાદ સંભળાવા લાગ્યો. મરૂદેવા માતાએ પણ તે નાદ સાંભ. આ નાદથી તેમના હૃદય માં અપૂવ ઉલ્લાસ પ્રગટો અને હુષનાં આંસુ આવ્યા તેના પ્રભાવથી તેમની આંખો ઉપરના પડળ દુર થઈ ગયા, ને સમવસરણમાં બિરાજતા પિતાના પુત્રની ઋધિ-શોભા નિહાળીને વિચારવા લાગ્યા,
“ જેની યાદમાં મેં મારી આંખના આંસુ સૂકવી નાખ્યા. હૃદયને વ્યથાનું ઘર બનાવી દીધું. તે પુત્ર આટલી વધિમાં મહાલતો હોવા છતાં જેને મારી ખબર લેવાની પણ લાગણું ન થઈ, એવા આ સંસારમાં કે કેઈનું નથી” એ સત્ય હવે મને બરાબર સમજાય છે, આભાએ આત્મા સાથે મૈત્રી બાંધીને આવા સંસારને સદાને માટે સલામ કરી દેવી જોઈએ, 7
માતા પુત્ર વચ્ચે રહેલ મોહનું આવરણ હટી ગયું. - આ રીતે એકત્વ ભાવના 7 ભાવતાં ભાવતાં ક્ષપક શ્રોણિમાં ચઢીને અંતગઢ કેવળી થઇને મરૂદેવા માતા તરત જ મોક્ષે સિધાવ્યાં, * અંતગઢ કેવલી = કેવળજ્ઞાન થવાની સાથે આયુષ્યનું પુણ થવું અને મેક્ષમાં જવું તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org