________________
ર૬ (GSSSSSAS A S મૈત્રી પુનમનો
પુનમને શુભ દિવસ આવી પહોંચતાં તેણે પૂર્ણ ઉત્સાહપૂર્વક ઉપવાસના તપ સાથે આરાધનાને શુભ. પ્રારંભ કર્યો. સળંગ પંદર વર્ષ સુધી તેણે રૌત્રી પુનમની આરાધના કરી તેના પ્રભાવે તેના વિકારે શાન્ત થઈ ગયા, ચંચળતા દૂર થઈ ગઈ, મનમાં સાચો આનંદ પેદા થયે
ત્યાર પછી શ્રી સિદધાચલજી મહાતીર્થની યાત્રા કર્યા બાદ શ્રી પુંડરીક ગણધરના ધ્યાનપૂર્વક અનશન કરીને શુભભાવનાપૂર્વક મરણ પામીને તે વિધવા સ્ત્રી સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ.
સૌધર્મ દેવલોકમાં દેવભવનું દીર્ઘ આયુષ્ય પૂરું થતાં તે મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા સુકચ્છ નામના. વિજ્યમાં વસતપુર નગરના ધર્મશ્રેષ્ઠી તારાચંદને તારા નામે પત્નીને કુખે પુત્રપણે જ. માતાપિતાએ તેનું અર્થપૂર્ણ એવું “ પૂર્ણચન્દ્ર” નામ પાડયું.
પૂર્ણચન્દ્ર પુરૂષની તેર કળામાં પારંગત થયે એટલે પંદર કન્યાઓ સાથે તેના લગ્ન થયાં. તેનાથી તેને કુલ પંદર પુત્રો થયા તેની સંપત્તિ પણ પંદર કરોડની હતી.. - પુનમને આંક ૧૫ને છે. એ પુનમની આરાધના સુફળરૂપે તે વિધવા સ્ત્રીને જીવ અહિં પણ પંદર પત્નિ પંદર પુત્ર વિગેરે પાયે,
આ ભવમાં પણ તેને રૌત્રી પુનમની આરાધના ભાવપુર્વકની કરી, આ આરાધનાથી ચારિત્ર મોહનીય કમરને ક્ષય થતાં તેણે પુજ્ય શ્રી જ્યસમુદ્ર નામના ગુરૂ, મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી પુણચંદ્ર મુનિએ લીધેલા ચારિત્રનું નિરતિચારપણે પાલન કરતાં કરતાં પુનમના ચન્દ્રમાની ચાંદની જેવી શુકલ લેશ્યાને વર્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org