________________
HIGHI BADOOOO00000ano
આ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંત ભાગમાં પ્રથમ તીથ કરદેવ શ્રી ઋષભદેવ સ્વામીએ રાજ્યવધિનો ત્યાગ કરીને દીક્ષા લેતાં પૂર્વે પોતાનાં
ભરતને અસ્થાનું રાજ્ય આપ્યું. બાહુબલિને તક્ષશિલાનું રાજ્ય આપ્યું અને બાકીને પ્રદેશ પોતાના બીજા ૯૮ પુત્રામાં વહેચી દીધા. પરંતુ તે વખતે નમિ અને વિનમિ પાલક પુત્રો કામ પ્રસંગે બહારગામ ગયેલા ઈને તેઓ બનેને કોઈ રાજ્ય ભાગ ન મળ્યું,
નમિ, વિનમિ બહારગામથી અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે પોતાના પિતાશ્રીએ રાજ્યનો ત્યાગ કરીને દીક્ષા લઈ લીધી છે અને પોતે રાજ્યના ભાગ વગર રહી ગયા છે.
એટલે તેમણે પિતાના વડીલ બંધુ મહારાજા ભરતને પૂછ્યું કે, “આપણા પિતાશ્રી હાલ કયાં છે ??
જવાબમાં ભરત મહારાજાએ કહ્યું, તેઓશ્રી દીક્ષા લઈ વિચરી રહ્યા છે. તમે હવે મારી સેવામાં રહે. હું તમને તમારી ઈચ્છા પ્રમાણે રાજ્ય આપીશ, - ભરત મહારાજાની આ વાત નમિ વિનમિને ન ગમી. “અમારા સ્વામી પ્રભુ છે. તમે નહી, અમે એમની પાસેથી અમારા રાજ્યનો ભાગ મેળવીશુ ?? એમ કહીને બંને ત્યાંથી પ્રભુજીને મળવા રવાના થયા.
પ્રભુ તે દીક્ષા લઇને ગામેગામ વિચરતા હતા તેઓની તપાસ કરી તેમની પાસે ત્યાં પહોંચી જઈને - બંને ભાઈઓએ વિનમ્ર સ્વરે પ્રભુને કહ્યું, “અમને અમારે ભાગનું શ્રેય આપે.”
Jain Educationa International
For Personal and Private Use Only
EA
www.jainelibrary.org