________________
૨૬ ઇઈઈઈઈઈઈઈઈઈઈ મેરૂ ત્રયોદશીને
પિંગી રાજા મેરૂત્રદશીની સુંદર આરાધના કરીને શારીરિક સંપત્તિ પામ્યા તેથી તેને તે તપ પ્રત્યે આત્મામાં ખૂબ ખૂબ આદર ઉત્પન્ન થયો. તે જોઈને પ્રજાજનમાં પણ તપ કરવાનું શરૂ થયું ઠેકાણે ઠેકાણે ધર્મની આરાધનાઓ થવા લાગી. અને રાજ્યભરમાં ધર્મની સુવાસ ફેલાઈ ગઈ પ્રજામાં ધમભાવના વધવાથી રાજ્યમાં તેમનાં દુઃખ દર્દ અને યાતનાઓ ઘટયા. આથી પ્રજા. પણ ધમમાં અટલ શ્રદ્ધાળુ બની ગઈ.
ગાદી ઉપર આવ્યા પછી પિંગળ રાજાએ તેર વર્ષ સુધી મેર તેરસના કલ્યાણક દિવસની આરાધના પૂરી કરીને તેનું ઉજમણું કર્યું,
ઉજમણું પાછળ ભાવના–પિતાને જે ધમની. આરાધનાથી ઉત્તમ ફળ મળ્યું. તેના પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવાની તેમજ અન્ય આત્માઓ પણ તે ધર્મની અનમેદના કરીને, ધર્માભિમુખ બનીને કર્મોને ક્ષય કરવામાં અગ્રેસર બની શકે તે છે.
આમ ઉજમણું એ કલ્યાણકારી ધર્મની પ્રભા વનાનું શ્રેષ્ઠ એક અંગ છે. મંદિરની મહત્તા વધારવામાં જે ભાગ તેનું શિખર ભજવે છે. તે જ ભાગ ઉજમણું ધર્મની પ્રભાવના વધારવામાં ભજવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org