________________
Poi honda06300HDAAGS 84
ગ્ય રીતે સમજાવતાં તેને પોતાની ભૂલ કબુલ કરી, પ્રભુને ખમાવ્યા. અને પ્રભુને ભક્ત થયો, તેથી સમકિત પચ્ચે, પ્રભુને તે કમઠ ઉપર તેમજ ધરણેન્દ્ર ઉપર રાગ કે દ્વેષ નહેતો. ધરણેન્દ્ર તથા મેઘમાળી પ્રભુને વાંદીને સ્વસ્થાને ગયા.
પ્રભુએ પણ કાઉસગ્ગ પારીને ત્યાંથી વિહાર કર્યો વિહાર કરતાં કરતાં અનુક્રમે કાશી નગરીના આશ્રમ પદ નામના ઉધાનમાં પધાર્યા પ્રભુજી અઠ્ઠમ તપ કરીને ધાતકી વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા તે વખતે શુકલ યાન વડે ચા૨ ઘાતી કર્મોનો ક્ષય - કરીને લોકાલેકને જણાવનારૂં કેવલજ્ઞાન તથા કેવી દશન પ્રભુજી પામ્યા, અર્થાત પ્રભુજી ત્રિકાળજ્ઞાની થયા એ દિવસ ચૈત્ર વદ ચોથને હતે.
પ્રભુને કેવલજ્ઞાન થયાનું અવધિજ્ઞાનથી જાણીને ચેસઠ ઈદ્રો પ્રભુને કેવલજ્ઞાનને મહત્સવ ઉજવવા આવ્યા. તે વખતે દેવોએ સમવસરણની રચના કરી વનપાળે અશ્વસેન રાજા, વામાદેવી તથા પ્રભાવતીને વધામણી આપી.
અશ્વસેન રાજ, વામાવાણી તથા પ્રભાવતી, મોટા સામૈયા સાથે વાંદવા આવ્યા તે વખતે ત્રીસ અતિશયત પ્રભુએ ધર્મોપદેશ આપે પ્રભુજીની ઉપદેશવાણું સાંભળીને તેમના માતા પિતા તથા પ્રભાવતીએ બીજા અનેક આત્માઓએ તેમની પાસે દીક્ષા લીધી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org