________________
૨૮ S SSSSSSSSSSS પિષ દશમને
રાજાની આજ્ઞા થતાં જ પ્રતિહાર નમન કરી ચાલ્યો ગયો. ને પુરૂષોત્તમ મસ્તક નમાવી ર. બારમાં આવ્યો. તેણે સિંહાસનને મસ્તક અડકાવ્યું. - “દૂત, પ્રસેનજિત કુશળ તે છે? કયા કારણે તેમણે અમને યાદ કર્યા?
“મહારાજ બોલતા પુરૂષોત્તમે માથું ઊંચું " અને વિનયપૂર્વક કહેવા લાગ્યો.
“મહારાજ. રાજ નરવર્માએ જન ધર્મમાં સ્થિર રહી કુશસ્થળમાં કેટલાય વખત રાજ્ય કર્યું અને છેવટે દીક્ષા અંગીકાર કરી. હાલમાં તેમના પુત્ર પ્રસેનજિત રાજ કરે છે. તેમને સ્વરૂપમાં દેવબાળાઓનું પણ માન મુકાવનાર પ્રભાવતી નામની પુત્રી છે. એક દિવસ એ પ્રભાવતી જિનેશ્વર ભગ. વાનની પ્રતિમાનું પૂજન કરી પાછી ફરી રહી હતી. તેવામાં ગીત ગાતી કીનરીઓનો અવાજ તેને સાંભળે એટલે કીનરીઓને સાંભળવામાં તે થોભી. તે ગીત હતું પાશ્વકુમારના ગુણનું એ ગીતના શદે રાજકુમારીના હૃદયમાં ચી ગયા. અને તે પળથી જ તેણે પાશ્વકુમારને પોતાના સ્વામી માન્યા. આ વાત મારા રાજા પ્રસેનજિતના જાણવામાં આવી. અને તેમણે પણ રાજકુમાર પાશ્વકુમારને પિતાની પુત્રીને ચોગ્ય માન્યા. એ વાત કલિંગાદિ દેશના રાજા યવને જાણી. એટલે તેણે પ્રભાવતીને મેળવવા પ્રયાસ કર્યો. તેમાં ન ફાવવાથી તેણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org